________________ દશમો સર્ગ. ( ર૯૫) વત્સ! તું ગીતકળાને પણ યોગ્ય નથી, તે હવે વણાની કળા શીખ.” એમ કહી ગુરૂએ એક વીણા મંગાવી તેને વગાડવા આપી; અને ગુરૂ તેને તે વીણુ વગાડવાનું શીખવવા લાગ્યા, તેટલામાં તેણે હાથની લઘુલાઘવી કળાથી તે વિણાની તંત્રી (તાંત) તોડી નાંખી. ત્યારે કળાચાર્યે બીજી વીણા મંગાવીને તેને આપી. તે પણ હર્ષથી લઈ પ્રથમની જેમ તેણે તેનું તુંબડું ફેડી નાંખ્યું. ફરીથી ત્રીજી વણ મંગાવી આપી, તેને દંડ તેણે ભાંગી નાંખે. ત્યારે ખેદ પામેલા ગુરૂએ તેને કહ્યું કે––“હે વત્સ! તું કળાને લાયક નથી.” તે સાંભળી જૈતુકી કુમારે કળાગુરૂને ઘેર જઈ તેની પત્નીને બીજું કંકણ આપ્યું. તે જોઈ તે પણ અત્યંત હર્ષ પામી. તેના આવા દાનથી વિસ્મય પામેલી તેણીએ તેને પૂછયું કે--“તું મારી આવી ભકિત કેમ કરે છે?” તે બોલ્યો કે “તમે તમારા પતિને એવું કહો કે જેથી તે મને ભણાવે.” ત્યારે પૂર્વે નહીં જોયેલા અને નહીં સાંભળેલા તેના આવા અદ્ભુત દાનથી વશ થયેલી તે બોલી કે - હું જરૂર એ પ્રમાણે કરીશ.” પછી તે વામન કુમાર નગરમાં જઈ ભાડે ઘર લઈ જોઈતે પરિવાર રાખી તેમાં રહ્યો. હમેશાં જિનેશ્વરની પૂજાદિક કરવા લાગ્યો અને પાઠને સમયે ઉપાધ્યાયની પાસે જવા લાગ્યો. ઉપાધ્યાય જ્યારે ઘેર ગયા ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે–“હે પ્રિય! જેનું આવું અદ્ભુત દાન છે, એવા એક વામનને જ તમે કેમ નથી ભણાવતા? અહીં તમારી પાસે ઘણા છાત્રો ભણે છે, તેમાં એક પણ આવો દાનેશ્વરી નથી. કદાચ તે સર્વે એકઠા થઈને પણ મને આવું બીજું કંકણ આપે તેપણ હું ઘણું માનું, તેથી ઘણા છાત્રો ભણાવવાથી શું લાભ છે? આ એક વામનને જ ભણાવો.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું કે--“હે પ્રિયા ! આવું કંકણ પૃથ્વીપર નથી એ ખરી વાત છે, પરંતુ તેનું જ આપેલું આ બીજું કંકણ મારી પાસે છે તે તું ગ્રહણ કર.” એમ કહી ઉપાધ્યાયે તેનું જ આવેલું બીજું કંકણ તેણીને આપ્યું. અને હાથમાં કંકણ પહેરી તે પોતાને અપ્સરાથી પણ અધિક માનવા 1 હાથ ચાલાકીથી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust