________________ દશમો સર્ગ. (293) જીતી શક્યો નથી, તેથી ઉત્સાહ ભંગ થઈને કેટલાક કુમાર જતા રહે છે અને કેટલાક નવા કુમારે આવે છે. હે ભદ્ર! તમે મને જે વૃત્તાંત પૂછો, તે સર્વ મેં યથાસ્થિત નિવેદન કર્યો છે.” * આ પ્રમાણે તે મનુષ્ય પાસેથી હકીકત સાંભળી કુમાર આશ્ચર્ય પામ્યું. પછી પોતાને પયંક અને વજૂદિક આયુધો કે ઠેકાણે ગેપવી તે કુમારે ઔષધિવડે વામનનું સર્વને હાંસી ઉપજાવે એવું રૂપ ધારણ કરી શરીરે મનોહર વસ્ત્ર અને અલંકાર પહેરી ઉપાધ્યાયની પાસે જઈ તેને નમસ્કાર કર્યો. તેને ઉપાધ્યાયે પૂછયું કે “તું કેણ છે? કયાંથી આવ્યું છે? અને શા માટે અહીં આવ્યો છે?” ત્યારે તે વામન બોલ્યો કે-નેપાળ દેશમાં વિજય નામના નગરમાં રાજાના પ્રસાદના પાત્રરૂપ એક ક્ષત્રીયને હું પુત્ર છું. મારું નામ કુંકણુક છે, અને કર્મના વિશથી મારું આવું કુરૂપ થયું છે. મારા પિતાને હું એક જ પુત્ર છું, વળી હું તેને અત્યંત ઈષ્ટ છું, તેથી હું યુવાન થયે એટલે મને તે ધનાઢય પિતાએ શ્રેષ્ઠ અલંકાર અને વસ્ત્રો આપ્યાં છે, પરંતુ આવા કુરૂપપણને લીધે તથા કળારહિતપણાને લીધે કોઈએ મને કન્યા આપી નથી, તેથી ખેદ પામીને હું ઘરમાંથી નીકળી ગયો છું. અને કળા ભણવાની ઈચ્છાથી વિવિધ દેશ, પુર અને નગરાદિકમાં ભમતો ભમતે હું તમે ઉત્તમ કળાચાર્ય છે એમ સાંભળી અને રાજકન્યાઓની હકીકત સાંભળી અહીં આવ્યો છું. તે હે ગુરૂ ! મને આદરથી નાટ્યાદિકકળાઓ શીખવો, જેથી ત્રણે રાજકન્યાઓને. જીતીને હું તેમને પરણું.” આવી તેની વાણી સાંભળી રાજકુમારાદિક સર્વ હસવા લાગ્યા અને બોલ્યા કે—“અહો! આ કળાચાર્ય ઘણે ભાગ્યશાળી છે કે જેથી તેને આવો છાત્ર પ્રાપ્ત થયે. ઉપાધ્યાય પણ આને ભણાવી કન્યાઓને આવો ભતીર આપવાથી રાજાને ખુશ કરી અગણિત ધન પામશે. કન્યાઓને પણ તેમના ભાગ્યે જ આવો વર પ્રાપ્ત થશે કેમકે આવો રૂપવાન વર કોઈ ઠેકાણે જેમ તેમ (સહેલાઈથી) મળી શકતું નથી.” આવી છાત્રોની હાંસીવાળી વાણી સાંભળી ગુરૂએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust