________________ (ર૯૨) જયાનંદ કેવળી ચરિત્ર. ની ઈચ્છા કરે છે. તે ત્રણે પુત્રીઓ ગ્ય વયની થઈ ત્યારે સવ કળાચામાં ઉત્તમ, ગાંભીર્યાદિક ગુણોએ કરીને શ્રેષ્ઠ અને જૈન ધર્મમાં કુશળ કળાવિલાસ નામના ઉપાધ્યાય પાસે તે ત્રણે કન્યાઓને ભણવા મૂકી. ભાગ્યથી ઉત્પન્ન થયેલી તીવ્ર બુદ્ધિને લીધે થોડા દિવસમાં જે તે સર્વ કળાઓ શીખી ગઈ. તે વખતે રાજાએ ઉપાધ્યાયને ઘણું ધન આપ્યું. માતા પિતા તથા ઉપાધ્યાય પણ જેનધમી હોવાથી તેઓ જૈનધર્મ સંબંધી ક્રિયા કરવામાં તત્પર એવી પરમ શ્રાવિકાઓ થઈ. તેમાં પહેલી કન્યા નૃત્યમાં અત્યંત નિપુણતા અને પ્રીતિને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાટચસુંદરી નામ પાડ્યું છે. “જૈનધર્મની ક્રિયામાં રૂચિવાળે જે કોઈ . મને નૃત્યમાં જીતશે તેને જ હું પરણીશ.” એવી તેણીએ પ્રતિજ્ઞા કરેલી છે. બીજી કન્યા ગીતકળામાં ચતુરાઈ અને પ્રીતિને ધારણ કરે છે. તેથી રાજાએ તેનું ગીતસુંદરી નામ આપ્યું છે. “જે જેનધમી મને ગીતકળામાં જીતશે તેજ ભર્તારને હું વરીશ.” એમ તેણુએ પ્રતિજ્ઞા કરેલી છે; તથા ત્રીજી કન્યા વિણાદિક વગાડવામાં પ્રીતિ અને કુશળતાને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાદસુંદરી નામ પાડયું છે. “જે જૈનધમી નાદકળામાં મને જીતશે તે જ મારે વર થશે.” એમ તેણીએ હર્ષથી પ્રતિજ્ઞા કરી છે. આ પ્રમાણેની ત્રણે કન્યાઓની પ્રતિજ્ઞાનું સ્વરૂપ રાજાએ પોતાના રાજ્યમાં પડહ વગડાવીને જાહેર કર્યું છે, અને બીજા રાજ્યોમાં દૂતો દ્વારા જણાવ્યું છે. તેથી સમગ્ર દેશમાં તે કન્યાઓનું સર્વોત્તમ રૂપ વિગેરે સાંભળ ગુણવડે શોભતા ઘણુ રાજકુમારો અહીં આવ્યા છે. તેઓએ પોતપિતાની નૃત્ય, ગીત અને વાજિત્રની કળાઓ બતાવી, પરંતુ કઈ પણ રાજકુમાર તે કન્યાઓની સમાનતાને પણ પાયે નથી. તેથી રાજાએ કળાવિલાસ ઉયાધ્યાયને ઘણું ધન આપી તે રાજપુત્રોને કળા શીખવવાની આજ્ઞા આપી છે, એટલે તે ઉપાધ્યાય આ નિર્જન ઉદ્યાનમાં હમેશાં આદરપૂર્વક તે રાજપુત્રને નૃત્યાદિક કળા શીખવે છે. દર મહિને મહિને રાજા તે કુમારની અને કન્યાઓની પરીક્ષા લે છે, પરંતુ આજ સુધીમાં કોઈ પણ કુમાર કળામાં તે કન્યાઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust