________________ દશમ સર્ગ. ( 21 ) અભાવ હોવાથી તેને પલંક સ્કૂલના પાપે, અને વિદ્યારે તે સુખેથી આગળ ચાલ્યા. તે વખતે ધર્મકાર્યમાં અંતરાય થવાથી કુમાર અત્યંત ખેદ પામ્યા, અને પોતાની ઈછાસદ્ધિને માટે કોઈની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઈચ્છાથી તે પાછો વળ્યો. પાછા આવતાં કેઈ નગરના ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલા શિખર પર દેદીપ્યમાન મણિના કળશવડે સુશોભિત એક સુવર્ણમય ચૈત્ય તેના જોવામાં આવ્યું. તે જોઇ તીર્થનું ઉલ્લંઘન કરવાથી ઉત્પન્ન થતી આશાતનાથી ભય પામેલ કુમાર પૃથ્વી પર ઉતરી વિધિપૂર્વક તે ચૈત્યમાં પેઠે; અને ત્યાં રહેલી રસમય શ્રીષભસ્વામીની દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી તથા સ્તુતિ કરીને હર્ષથી શરીર પર રોમાંચને ધારણ કરતો તે ચૈત્ય બહાર નીકળ્યો. તેવામાં તેણે રૂપ અને યૌવનવડે શોભતા, બાણ ફેકવામાં કુશળ, પિતાના હાથમાં વીણું અને વંશ વિગેરે વાજિત્રાને ધારણ કરનાર, ગીત નૃત્યની કળાને અભ્યાસ કરવામાં રસિક, શૃંગારાદિક રસને જાણનાર અને જાણે સાક્ષાત્ ગંધર્વો હોય એવા ઘણુ રાજપુત્રને ત્યાં જતા આવતા જોયા, તથા સમીપે એક મનહર નગર જોયું. તેવામાં પિતાની પાસે એક મનુષ્યને જોઈને તેને તેમણે નિર્મળ બુદ્ધિથી તે રાજપુત્રનું સ્વરૂપ અને નગરનું નામાદિક પૂછયું. ત્યારે તે બોલ્યો કે આ લક્ષ્મીપુર નામનું નગર છે, તે સ્વર્ગાદિકની લક્ષ્મીનું ઉપમાન છે, પરંતુ તેનું ઉપમેયપણું કેઈની સાથે નથી. આ નગરમાં દિવ્ય પરાકમવાળો શ્રીપતિ નામનો રાજા છે. તેનું ઐશ્વર્ય જોઈ પંડિત ઇંદ્રની પણ નિંદા કરે છે. તે રાજાને જૂદી જૂદી રાણીઓથી ઉત્પન્ન થયેલી ત્રણ પુત્રીઓ છે. તેમને વિધાતાએ ત્રણ જગતની સ્ત્રીઓના સારભૂત પરમાણુઓ લઈને જ બનાવેલી હોય એમ જણાય છે. પૂર્વના તપની ન્યૂનતા જાણનારી દેવીએ તેમનું સૌભાગ્ય પામવા માટે ફરીથી ઉત્કટ તપ કરવા મનુષ્ય જન્મ 1 સ્વર્ગાદિકની લક્ષ્મી આ નગરના જેવી છે. એમ કહેવાથી આ નગર ઉપમાન થયું. 2 આ નગર અમુકના જેવું છે એમ કહેવાથી આ નગર ઉપમેય થાય પણું તેવું કાંઈ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust