________________ अथ दशम सर्ग. એક ભજન કરે અને બીજે તૃપ્ત થાય”એ વચન મિથ્યા છતાં ખરેખર સત્ય થયું, કેમકે જેણે પૂર્વે ધન્યના ભવમાં સદ્ગુરૂને શ્રદ્ધાથી શુદ્ધ ધૃતનું દાન કર્યું હતું, તે જ વૃત તેમના તેરમા ભાવમાં સુખ, બધિ (સમકિત,) બુદ્ધિ અને તેજનાં સ્થાનરૂપ થયું, તે શ્રી 2ષભ જિનેશ્વર તમારું રક્ષણ કરે. એકદા ચિત્રમાસમાં તે ક્ષત્રશ્રવણ કુમાર પ્રિયા અને મિત્ર સહિત ક્રીડા કરવાના ઉદ્યાનમાં જઈ ઈચ્છા પ્રમાણે કીડા કરતો હતો; તે વખતે તેણે મોટા વિમાનોની સદ્ધિઓ સહિત આકાશમાં જતા જાણે દેવો હોય તેવા ઘણા વિદ્યાધરને જોયા. તેથી “દિવ્ય સમૃદ્ધિવાળા આ સર્વે કયાં જતા હશે? એમ તે કુમાર ચિંતવવા લાગ્યા. તેટલામાં એક વિદ્યાધર પ્રિયા સહિત ત્યાં આવી વાવમાં ઉતર્યો; એટલે કુમારે ત્યાં જઈ પ્રિયાને જળ પાતા એવા તે ખેચરને પૂછ્યું કે- " આ ખેચર કયાં અને શા માટે જાય છે?” ત્યારે તે ખેચર બે કે–“નંદીશ્વર દ્વીપને વિષે રહેલા શાશ્વત અ ત્યમાં અષ્ટાલિકા મહોત્સવ કરવા માટે સર્વે ખેચરે જાય છે.” તે સાંભળી કુમારે વિચાર્યું કે-“આ ખેચરેને ધન્ય છે કે જે શાશ્વત અષ્ટાબ્લિકા પર્વનું આરાધન કરે છે, અને હું તે કીડાવડે આ પ્રમાણે નિષ્ફળ કાળ નિર્ગમન કરૂં છું.” એમ વિચારી ઘેર જઈ તેણે બને પ્રિયાઓને કહ્યું કે –“હું વિદ્યાધરની સાથે નંદીશ્વર દ્વીપે જઈ દેવેને નમસ્કાર કરીને શીધ્રપણે પાછે અહીં આવું છું, ત્યાં સુધીમાં તમારે વૃદ્ધ સ્ત્રીઓ સાથે ધર્મકથાદિકવડે જેમ સુખ ઉપજે તેમ સાવધાન ચિત્તે રહેવું.” તે સાંભળી અને પ્રિયાઓએ ભક્તિ અને વિનય સહિત પતિને આદેશ અંગીકાર કર્યો, એટલે કુમાર પત્યેકપર આરૂઢ થઈ વિદ્યાધરની સાથેનંદાશ્વરદ્વપ તરફ ચાલ્યો. અનુક્રમે જબૂદ્વીપની જગતી ઉપર ગયે. ત્યાંથી આગળ ગતિ કરવામાં શકિતને 1 શ્રી જયાનંદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust