________________ (288 ) જયાનંદ કેવળી ચરિત્ર. ઈચ્છી નહીં–ગ્રહણ કરી નહીં. પછી રાજાએ આપેલા સુંદર આવાસમાં તે કુમાર અને પ્રિયા સહિત વિલાસ કરવા લાગ્યા, અને પ્રથમની જેમ નિરંતર પ્રાપ્ત થતા રત્નાવડે દાનાદિક સુકૃત કરવા લાગ્યો. પછી પદમરથ રાજાએ પણ પુત્રીના વિવાહ સમયને ઉચિત સર્વ ભક્તિ જમાઈની કરી અને તેણે પણ એક દેશ આપે, તે તેમને ખેદ ન થાય તેટલા માટે કુમારે ગ્રહણ કર્યો અને તે પહેલી પ્રિયાને આધીન કર્યો. ત્યારપછી કમળપ્રભ રાજાએ સ્નેહપૂર્વક સત્કાર કરી જવા માટે સંમતિ અપાયેલી કમળા રાણુ વધુવરને શીખામણ આપી તેમની રજા લઈ ભર્તાર પમરથ રાજાએ તેનો અપરાધ ખમાવવા પૂર્વક મનાવેલી હોવાથી પરસ્પર સ્નેહના અધિકપણાને લીધે હર્ષ પામીને તે ભર્તારની સાથે જવા તૈયાર થઈ. કમળપ્રભ રાજાએ અને કુમારે સત્કાર કરાયેલ પમરથ રાજા પ્રિયા અને સૈન્ય સહિત પિતાના નગર તરફ રવાને થયો. ત્યાં પહોંચ્યા પછી ગ્ય સમયે પ્રાપ્ત થયેલા સદ્ગુરૂ પાસે સદુપદેશ સાંભળીને શુદ્ધ ભાવથી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પ્રાપ્ત થયેલા તે ધર્મને ચિંતામણિરત્નની જેમ દુર્લભ માનતો પમરથ રાજા શુદ્ધ બુદ્ધિથી સમ્યફપ્રકારના મન, વચન અને કાયાના યોગથી પાળવા લાગ્યા. નરક આપનાર નાસ્તિકધર્મને ત્યાગ થવાથી અને સદ્ધર્મને લાભ થવાથી રાજાએ પોતાને બંધાદિક જે આપત્તિ પ્રાપ્ત થઈ હતી તેને તત્ત્વથી સંપત્તિરૂપ માની લીધી. હવે અહીં (શ્રી જયાનંદ) કુમાર સ્નેહ અને વનવડે મનોહર રતિ અને પ્રીતિના જેવી બને રમણુઓની સાથે કામદેવની જેમ ક્રીડા કરતા હતા. એ કુમારનું મૂળ નામ જાણનાર કોઈ પણ ત્યાં હતું નહીં, તેમજ તે પોતે પિતાનું નામ કહેતા નહોતા, તેથી સર્વત્ર તેનાં શૈણું નામ જ પ્રસિદ્ધ થયાં હતાં. તેમના દાન, લીલા, ધન, ઐશ્વર્ય, બળ, રૂપ અને કળાદિક અત્યંત ઉત્કૃષ્ટ ગુણે અને ક્ષાત્રતેજને જોઈ આશ્ચર્ય પામેલા રાજાદિકે તેનું ક્ષશ્રવણ નામ પાડયું. તે કુમારના પ્રભાવથી કમળપ્રભનું રાજ્ય પણ ચેતરફથી વૃદ્ધિ પામ્યું. તે કુમા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust