________________ દશમ સર્ગ. (ર૭) જઈયેગ્ય આસન પર બેઠા એટલે પરિવાર સહિત સર્વે રાજકુમારાદિક અને બીજા રાજવગીઓ પણ યોગ્ય સ્થાને બેઠા. પછી રાજાની આજ્ઞાથી વાચાળ એવા પ્રતિહારે માણસના ઘોંઘાટને નિવારી ઉંચે હાથ કરી કહ્યું કે-“હે ક્ષત્રિયપુત્ર ! તમારામાંથી કોઈ પણ પિતાની નૃત્યકળા દેખાડી તેવટે પહેલી રાજકન્યાને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે. ”તે સાંભળી કળાના ચઢતા પ્રકર્ષવાળા ઘણા કુમારે અનુક્રમે ગીત અને વાજિત્રની સામગ્રીવડે અનેક પ્રકારે નૃત્ય કરવા લાગ્યા. તેમાં વિવિધ પ્રકારના કરણવડે કઈક કુમારે ધનુષની પ્રત્યંચા ઉપર, કેઈએ બાણના અને ગ્રભાગ ઉપર, કેઈએ ખની ધારા ઉપર અને કોઈએ ભાલાના અગ્રભાગ ઉપર નૃત્ય કર્યું. કોઈએ મસ્તક પર જળને ઘડે રાખી, હાથવડે ગેળાઓને ઉછાળતાં અને પગવડે ચકને ભમાડતાં નૃત્ય કર્યું. કેઈક કુમાર દાંતમાં ત્રણ ખર્શ અને બે હાથમાં ચાર ખને ગ્રહણ કરી તે સર્વ અને અલાતની જેમ ભમાડતે અને પિતે પણ ભમતા કરણવડે નૃત્ય કરવા લાગ્યા. કેઈક ઉધે મસ્તકે રહી ઉંચા રાખેલા બે પગ ઉપર બે મુશળ રાખી હાથવડે ગળાને ઉછાળતા મસ્તકવડે પૃથ્વી પર નૃત્ય કરવા લાગ્યા. કોઈક મસ્તકપર જળને ઘડે રાખી બે હાથ વડે ખોને અને પગની આંગળીઓ વડે ચકોને જમાડતા ઉભા રહી નાભિને વિષે ભુંગળ વગાડતા, સ્કંધ અને બાહને વિષે દીવાને રાખી જિન્હામાં મણિને સમૂહ પરોવી ઉત્તમ નૃત્ય કરવા લાગ્યા. આ પ્રમાણે સર્વ કુમારનાં વિવિધ નૃત્ય જોઈ રાજાદિક સર્વ જને જુદી જુદી રીતે પ્રશંસા કરતા આશ્ચર્ય વડે મસ્તક ધણાવવા લાગ્યા, પરંતુ નાટ્યસુંદરી તે તેજ વખતે તે તે હસ્તકાદિકને વિષે વિપરીતપણને દેખાડી સર્વના નૃત્યને દૂષિત બતાવતી હતી. વામન પણ તે તે નૃત્યમાં દોષ જોઈ મુખ મરડતો હતો અને ગુણ જોઈ મુખને વિકસ્વર કરતો હતો. આ સમયે કન્યા વિગેરે કઈકે જ તેને 1 સળગતું લાકડું-ઉંબાડીયું. 2 સાંબેલા. 3 નૃત્ય વિશેષ * 38 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust