________________ આઠમો સગે. . (171) વૃત્તાંત સાવિત્રીને કહ્યો. તે સાંભળી સાવિત્રી હર્ષ પામી. પછી એકદા તેણીએ પ્રથમની જેમ નંદિનીને કહ્યું, ત્યારે ધર્મને ત્યાગ કરી તે પણ બોલી કે-“મને બંધુ વિગેરેની બીક લાગે છે.” ત્યારે સાવિત્રી બોલી કે “આપણે તીર્થયાત્રાના મિષથી એવી રીતે બહારગામ જઈશું, કે જેથી તારી વિશુદ્ધિ માટે કઈ પણ શંકા નહીં પામે, માટે હવે દેશાંતરમાં જઈને અત્યંત દુર્લભ એવા ભેગ ભગવ; પરંતુ તારા પિતાએ તેને જે ધન આપ્યું છે, તેને તું પ્રથમ હાથ કરી લે.” આ પ્રમાણે સાવિત્રીનું સર્વ વચન તેણીએ અંગીકાર કર્યું. પછી સાવિત્રીએ દ્રવ્ય ઉપાર્જન કરવાના મિષથી પુત્રને દેશાંતરમાં મોકલ્ય, અને વહુને તેના પિયર મોકલી. નંદિનીને લઈ જવા માટે તે પિતાને ઘેર રહી અને નંદિની પણ દ્રવ્ય લેવા માટે રોકાણું. તેવામાં ત્યાં સુવ્રતા નામના સાધ્વી વિહારના ક્રમે આવીને ઉપાશ્રયમાં ઉતર્યા. તેની પાસે નંદિની ભણેલી હતી, ઉપદેશ પામેલી હતી, અને જૈનધર્મની ક્રિયા પણ તેમની પાસે અંગીકાર કરી હતી. તેથી પૂર્વની પ્રીતિને લઈને સદ્ભાગ્યને યોગે તેણીએ તત્કાળ તેની પાસે જઈ વંદના કરી, એટલે સાધ્વીએ ધર્મલાભની આશિષ આપી તેણુને ધર્મને નિર્વાહ પૂછો. ત્યારે તેણીએ પણ વાર્તાના પ્રસંગમાં સરળ હૃદયવાળી થઈ પોતાનો અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સાધ્વીએ પોતાના બન્ને કાન ઢાંકી દઈને કહ્યું કે - અરે ! મુગ્ધ! તું તે જૈનશ્રુતને ભણેલી તથા અરિહંતની ભક્તિવાળી છે, તે પણ પાપી અને કલ્પિત વચનોવડે કેમ મેહ પામે છે? રાગી, દ્વેષી અને મહી પુરૂષોએ કયાં ક્યાં પાપ નથી કર્યા? સર્વ પ્રકારનાં કર્યા છે. તેમને પૂર્વભવનું જ્ઞાન હતું નથી, પણ કપટને વિષે ચતુરાઈ હોય છે. જે પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તે સર્પણ, ભુંડણ, કુતરી, કુકડી, ગધેડી, બકરી વિગેરે પ્રથમ જ સ્વર્ગમાં જશે. તેથી હે શ્રાવિકા ! સર્વજ્ઞનાં વચનપર શ્રદ્ધા રાખ અને શીળને વિષે મનને દઢ કર. વીતરાગને અસત્ય વચન બોલવાનું કાંઈ પણ કારણ ન હોવાથી તે અસત્ય વચન બોલતાજ નથી. કહ્યું છે કે 1 ભોળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust