________________ (22) જયાનંદ કેવળા ચરિત્ર. પછી રણવાજિત્રથી ઉત્પન્ન થયેલા નાદવડે જેમના મનમાં ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યું છે એવા બને સૈન્યના દ્ધાઓ યુદ્ધ કરવા તૈયાર થયા. તેમાં અશ્વ, રથ, પત્તિ અને હાથીઓના સમૂહો પોતપોતાને ગ્ય સ્થાનેથી પોતપોતાની પંક્તિ છોડ્યા વિનાજ સામસામા ચાલવા લાગ્યા. દૂરથી પણ ચિન્હાવડે એળખીને સામાપક્ષના સુભટેની સાથે યુદ્ધ માગતા બને સિન્યના અગ્ર સૈનિકે શીધ્રપણે પરસ્પર ભેટભેટા થઈ ગયા. તે જ રીતે બન્ને સૈન્યના જાણે જંગમ પર્વતે હેય એવા હાથીએ, પૃથ્વીને સ્પર્શ કરનારા જાણે વિમાને હોય એવા રથો અને જાણે ગરૂડની જેમ ઉડતા હોય એવા અવે પણ પરસ્પર એકઠા થયા, અને તેમના પર રહેલા વીરના સમૂહે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેજ રીતે ઉડતા અને પડતા સિંહ જેવા પત્તિઓ પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે હસ્તીઓની ગર્જનાવડે, અના હેવારનવડે, રથના ચીત્કાર શબ્દનડે, સુભટના ભુજાટવડે, વાજિત્રોના મનહર નાદવડે, પરસ્પર અથડાતા શસ્ત્રસમૂહના નિર્દોષવડે અને ચતરફથી થતા ભૂતપ્રેતાદિકના અટ્ટહાસવડે જાણે આકાશ ફૂટી જતું હોય એમ દેખાવા લાગ્યું. વીરના બાણેના અર્ધ અગ્રભાગે હાથીઓના શરીરમાં પિસી જવાથી તે હાથીએ જાણે ફરીથી પાંખો ઉત્પન્ન થયેલા હોય અને રૂધિર ઝરવાથી જાણે ઝરણાં વહેતા પર્વતે હોય એવા જણાતા હતા. વીરેના મુગરવડે હણુએલા અને પૃથ્વી પર પડતા કેટલાક હાથીઓ ક્ષણવાર છેદાયેલી પાંખેવાળા પર્વનું સશપણું પામતા હતા. મહાભટએ દૂર સુધી ગયેલા બાવડે વિંધવાથી છિદ્રવાળા થયેલા હાથીએ જાણે મદને નીકળવાનો માર્ગ કર્યો હોય તેમ શોભતા હતા. વક્ષ:સ્થળ ઉપર પતિના પડવાથી જેમ નવી પરણેલી સ્ત્રી સ્વેદને ધારણ કરી કંપવા લાગે, તેમ હાથીના પડવાથી પૃથ્વી રૂધિરરૂપી વેદને ધારણ કરી કંપતી હતી. સામા પક્ષના વીરોને જીતવાથી બીજા (જીતનાર ) વિરે હર્ષ પામતા હતા, અને તેમના મસ્તકેપર દેવતાએ હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા હતા. કેટલાક વીરે 1 સૈન્યના મોખરે રહેલા સુભટો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust