________________ નવમો સર્ગ. (281) પર કૃપા કરી આ મારા પતિને તું મૂકી દે. માતાનું મારું વચન વૃથા ન કર.” રાજાએ પણ કહ્યું કે “હે બ્રહ્મવૈશ્રવણ ! દીન, રાંક અને નમ્ર એવા આ રાજાને વિષે હવે તમારે ક્રોધ કરવો યુકત નથી. કેમકે પ્રણામ કરવા સુધીજ પુરૂષોને ક્રોધ હોય છે, તેથી હવે આ રાજાને મૂકી દે. તેનું સ્વાભાવિક રૂપ કર. અમે તારા કપની શક્તિ જોઈ, હવે પ્રસાદની શક્તિ બતાવ.” તે સાંભળી વિપ્રકુમારે કહ્યું કે-“જે એ રાજા નાસ્તિક ધર્મને તજી દઈ જેનધર્મ અંગીકાર કરે, તે હું એને છોડું” ત્યારે કમળપ્રભ રાજાએ તેને પૂછયું કે-“આ બ્રહ્મવૈશ્રવણના વચન પ્રમાણે તમે કબુલ કરે છે?” ત્યારે તે માટે ચેષ્ટાથી કહ્યું કે “તે સર્વ હું કબુલ કરું છું.” એટલે કૃપાળુ એવા બ્રહ્મવૈશ્રવણે બીજી ઓષધિવડે તેનું સ્વાભાવિક રૂપ કરી તેના નિગડાદિક ભંગાવી નાંખ્યા. અને તેને આશ્વાસનપૂર્વક પોતાની પાસેના આસન પર બેસાડ્યા. આવું આશ્ચર્ય જોઈ રાજાદિક સર્વે વિસ્મય અને આનંદમય થયા. પછી કમળપ્રભ રાજા વિગેરે સર્વેએ ક્રોધ રહિત થઈને પદમરથ રાજાને પ્રણામ કર્યા. “પોતાને આધીન થયેલા ઉપર સ્વજનપણાને લીધે તથા મોટાઈપણને લીધે વેર રહેતું જ નથી.” પછી તે બ્રહ્મવૈશ્રવણે પમરથરાજાના મંત્રી, સેનાપતિ વિગેરેને બોલાવ્યા. તેઓએ આવી પોતાના રાજાને મુક્ત થયેલે જે અત્યંત હર્ષ પામી બ્રહ્મવૈશ્રવણને પ્રણામ કર્યા. ત્યારપછી લજજાવડે નમ્ર મુખવાળા અને દુઃખના અદ્ભુવડે ભીંજાયેલા નેત્રવાળા પદ્મરથ રાજાએ કમળપ્રભ રાજા વિગેરેને ગ૬ગદ્દ સ્વરે કહ્યું કે-“મહા પાપરૂપી પંકથી કલંક્તિ થયેલે હું તમારા પ્રણામને એગ્ય નથી. કેમકે પૂર્વે નહીં જોયેલું અને નહીં સાંભવેલું એવું નિદ્ય કર્મ મેં કર્યું છે, અને તેજ કર્મના પ્રભાવથી આ ભવમાં જ તેને યોગ્ય દુઃખ હું પામે છું. “ઉગ્ર પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ પમાય છે. એ શાસ્ત્રનું વચન સત્ય થયું છે. મેં મારી પુત્રી ભિલ્લને આપી અને વળી દુષ્ટ ચૂર્ણના પ્રયોગથી અંધ કરી. તે જીવતી છે કે મરી ગઈ છે? અને જે જીવતી હશે તે તેની કેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust