________________ (284) જયાનંદ કેવળી ચરિત્ર. વતી સ્ત્રીઓની સીમારૂપ છે, તેમ આ જિલ્લ કુરૂપની સીમા છે.” પછી વિજયસુંદરી બેલી કે--“હે રાજન ! હવે તમે મને ઓળખો છે ?" ત્યારે લજ્જાવડે નમ્ર મુખ રાખી તે બોલ્યો કે--“હા, ઓળખું છું. દુબુદ્ધિની સીમારૂપ એવા મારી તું વિજયસુંદરી પુત્રી છે. પરંતુ પૂર્વે કરેલું કુકર્મ યાદ આવવાથી હું મારૂં મુખ દેખાડવા શક્તિમાન નથી.” એમ કહી રાજા વિસ્મય, આનંદ, ખેદ અને ચિંતા વિગેરે વિવિધ પ્રકારના રસથી વ્યાકુળ થયો. ત્યારે તેના પગમાં પડીને વિજયસુંદરી બોલી કે--“હે પિતાજી ! મેં આ પુત્રીને ક્રોધથી વિડંબના પમાડી એમ ધારી તમે ખેદ કરશે નહીં, કેમકે તમારે કેપ પણ મને તે અદ્ભુત સમૃદ્ધિ આપનાર થયા છે. જે તે વખતે તમે ક્રોધ ન કર્યો હોત તો આવો પતિ મને કયાંથી પ્રાપ્ત થાત ? કે જેના પરાક્રમને અનુભવ તમને પણ થયા છે. જેમ સુવર્ણમય પૃથ્વીથી ઉત્પન્ન થયેલી રજ પણ અગ્નિના ચેગથી સુવર્ણપણને પામે છે, તેમ પિતા એવા તમારે કેપ પણ તેવા ઉત્તમ પતિના યોગથી મારા હિતને માટે થયો છે.” આ પ્રમાણેના તેના વચનથી હર્ષ પામેલા રાજાએ તેને સ્નેહથી આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડી.ખરેખર જે પિતા છે તે તો પિતા જ છે. તે જોઇ ભિલ્લ બોલ્યા કે–“હે રાજા ! તમે તમારી પુત્રીને તો ઓળખી, પરંતુ મને ઓળખો છે કે નહીં?” ત્યારે રાજા બોલ્યો કે–“જિનભાષિત વસ્તુની જેમ તમારું સ્વરૂપ તો લક્ષ્ય અને અલક્ષ્ય છે. એટલે કે વિવિધ પ્રકારનાં રૂપ, સમૃદ્ધિ અને કળાદિકવડે તમે સમગ્ર વિશ્વને મેહ પમાડ્યો છે, તેથી સર્વથા પ્રકારે તમને ઓળખવાને કોણ સમર્થ છે? જ્યાં બુદ્ધિને પ્રવેશ ન હોય ત્યાં સુબુદ્ધિ પણ અબુદ્ધિ થાય છે. જેવા રૂપવડે મેં તમને મારી કન્યા આપી હતી, તેજ આ રૂપ છે એટલું જ હું જાણું શકું છું, પરંતુ તમારું સ્વાભાવિક રૂપ અને સ્થાન, વંશ તથા નામ વિગેરે કેમ જાણી શકું?” આવું આશ્ચર્ય જોઈ કમળપ્રભ રાજા વિગેરે પરસ્પર છાની છાની વાત કરવા લાગ્યા કે- “આનું આ કૃત્રિમ ભિલ્લરૂપ જેમ દેખાય છે, તેમ વિપ્રરૂપ પણ કૃત્રિમ લાગે છે, તથા તેના પ્રિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust