________________ નવમે સર્ગ. ( ર૭૯) ઔષધિવડે પિતાની છાવણમાં લાવેલા પમરથ રાજાને સજજ કર્યો. પરંતુ નાસ્તિકતાને ત્યાગ કરાવ્યા વિના હું તેને છોડીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરેલી હોવાથી કુમારે તેને નિગડિત કરી પાંજરામાં નાખ્યો. પછી શત્રુના અને પિતાના સૈન્યમાં જેઓ શસ્ત્રના ઘાતની વ્યથાથી પીડાતા હતા તે સર્વે યોદ્ધાઓને ઔષધિનું જળ છાંટી કુમારે સજ કર્યા. તેથી તે સર્વેએ હર્ષ પામી તે ઉત્તમ બ્રહ્મવૈશ્રવણની આ પ્રમાણે પ્રશંસા કરી કે “અહો ! સત્પરૂ પરના વિશેષ વિના સર્વ ઉપર સરખી રીતે ઉપકાર કરનારા હોય છે.” ત્યારપછી આનંદમય થયેલો કમળપ્રભ રાજા કુમારવિપ્રને આલિંગન કરી બંદીની જેમ તેની સ્તુતિ કરવા લાગ્યું કે-“અહે ! તારું શૌર્ય! અહો! તારું હૈય! અહો! અન્યને ઉપકાર કરવાપણું! અને અહો! તારું ગાંભીર્ય! આવા તારા ગુણે બીજા કોઈને વિષે જોવામાં આવતા નથી. જગતને સરજતા વિધાતાની આ (તું રૂ૫) એક જ સૃષ્ટિ ત્રણ લોકમાં સદશપણાના અભાવથી ઘુણાક્ષરન્યાયથી થયેલી હોય એમ હું માનું છું. હે વત્સ! તારાથી જ અમે કૃતાર્થ થયા છીએ. અમારા પૂર્વ પુણ્યના પ્રભાવથી જ અમને તારે સમાગમ થયે છે.” આ પ્રમાણે કહી રાજાએ તેને હસ્તીપર બેસાડ્યો. તેની સાથે પિતે પણ હસ્તીપર આરૂઢ થયા. પછી વાજિત્રેના નાદવડે દિશાઓને ગજાવતે તે રાજા સૈન્ય સહિત નગર તરફ ચાલ્યા. કુમારે પદ્મરથ રાજાના સૈન્યને પણ સાથે લઈ નગરની સમીપે કોઈ સારે સ્થાને રાખ્યું, તેની ઘટિત વ્યવસ્થા કરી, અને તે સૈન્યમાંથી મંત્રી અને સેનાપતિ જેવા કેટલાક મુખ્ય પુરૂષોને મોટા આશયવાળા કુમારે પિતાની સેવા કરવા માટે સાથે રાખ્યા. પછી ઠેકાણે ઠેકાણે તારણેની શ્રેણિને ધારણ કરનાર, મોતીના સાથીયાના સમૂહવડે શોભિત, ધ્વજાની પંક્તિ વડે સુશોભિત કરેલા ઘરો અને દુકાનેવાળા, પ્રગટ રીતે નટી અને નટના પેટકે કરેલા નાટકવડે યુક્ત અને વૃદ્ધ સ્ત્રીઓએ જેમાં અનેક પ્રકારે મંગળ કર્યા છે એવા પિતાના નગરમાં મોટા ઉત્સવપૂર્વક છત્ર ચામરથી શોભતા રાજાએ વિપ્રરાજ સહિત આદરથી પ્રવેશ કર્યો. પછી કમળપ્રભ રાજાએ મંત્રી સામત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust