________________ નવમે સર્ગ (ર૭૭ ) ધનુષના બે કકડા કરી નાખ્યા. પછી રાજાએ તેનાપર અને ઘા કર્યો, તે તેણે ચુકાવી લીધે–પોતાની ઉપર પડવા દીધો નહીં. પછી કેપથી ઉદ્ધત થયેલ તે બ્રહ્મવૈશ્રવણ રાજાપર ખીને પ્રહાર કરવા તૈયાર થયો, તેટલામાં રાજાએ પિતાના ખડુવડે તેના ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે જેથી તે બન્ને ખડો પરસ્પર અફળાઈને ચૂર્ણરૂપ થઈ ગયા. પછી અત્યંત ક્રોધ પામેલા કુમારે હોઠ પીસી વીરમાની રાજાને મલ્લયુદ્ધ કરવા બોલાવ્યું ત્યારે તે પણ કેડ બાંધીને મલ્લયુદ્ધ કરવા સન્મુખ આવ્યો. “સિંહને યુદ્ધ કરવા બોલાવતાં શું તે આળસુ થાય?” પછી તે બન્ને વીરે ભુજાના આશ્લેટવડે આકાશને ફેડતા અને પાદના આઘાતવડે પૃથ્વીને કંપાવતા પરસ્પર અફલાઈને યુદ્ધ કરવા લાગ્યા. કુકડાની જેમ ક્ષણમાં ઉંચે ઉડતા અને ક્ષણમાં નીચે પડતા પરસ્પર ગર્જના અને તજના (તિરસ્કાર ) કરતા તે બન્ને સુભટો કેને આશ્ચર્ય પમાડનાર ન થયા? એક બીજાની પાછળ ભમતા તે બને મહાભટ ભ્રમણને ગ્રહણ કરતા હતા અને ક્ષણમાં પૃથ્વી પર આળેટી ઉભા થતા હતા, તે વખતે બન્નેમાં કાંઈ પણ આંતરું દેખાતું નહોતું. વળી શીધ્રપણે પરસ્પર ભેટતા, છૂટા પડતા, પૃથ્વી પર પડતા તથા આકાશમાં ફેંકાતા તે બનેમાં કોણ કર્તા અને કેણ કર્મ છે? તે જણાતું નહોતું. આ રીતે મહા બળવાન અને પરસ્પર જયની ઈચ્છાવાળા તે બન્ને મહાવીરએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં છેવટ રાજા અત્યંત થાકી ગયો, અને વિશ્રાંતિ રહિત યુદ્ધ કરતાં છતાં પણ માયાવિપ્ર જરા પણ શ્રમને પાપે નહીં. “હાથી સાથે યુદ્ધ કરતાં સિંહ કદાપિ થાકે જ નહીં.” પછી અવસર પામીને વિસ્વરૂપ ધારણ કરનાર તે વીરકુમારે ( જયાનંદે ) મુષ્ટિવડે પમરથ રાજાને છાતીમાં એવો પ્રહાર કર્યો કે જેથી તેના નેત્ર ભ્રમિત થયા (આંખે અંધારાં આવ્યા છે, તે મૂછિત થયો અને મુખમાંથી રૂધિર વમતે તે વાયુથી ઉડાડેલા જીર્ણ વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો. તેને પડેલો જોઈ તેને સજજ કરવા માટે લઈ જવાને ઇચ્છતા તેના ભકિતવાળા અને શકિતવાળા લાખ સુભટો આવ્યા. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust