________________ નવમે સર્ગ. (275), પરાક્રમને વિષે ક્ષત્રિયપણું કે બ્રાહ્મણપણું એ કાંઈ કારણ નથી. અથવા તે હું જે હોઉં તે હોઉં, તારે કુળનું શું કામ છે ? પરની નિંદા કરવી એ જ તારે આધીન છે, અને મારે આધીન તે પરાકમ છે. જે તારૂં સિન્યનું નાથપણું છે, તે હું શીધ્રપણે નષ્ટ કરીશ, અને તારા પ્રાણીવડે યમરાજને ઘેર સુકાળ કરી દઈશ. હું તારે રાજ્ય ગ્રહણ કરીશ, તેથી મારે તામ્રપાત્રની શી જરૂર છે ? મને વિધાતાજ તારાં પ્રાણ સુધીની સર્વ શિક્ષા આપશે. જેને પિતાની પુત્રીને પણ વધ કરવામાં ભય નથી, તેવા કેલધમીને બ્રહ્મહત્યાને ભય કયાંથી હોય? બ્રાહ્મણપણું ધારી જે ઉપેક્ષા તું બતાવે છે, તે તો તારૂં કાયરપણું જ સૂચવે છે. પુરૂષને સર્વ આરંભ પરના કાર્ય માટે જ હોય છે, તે બાબતમાં આ જગતને વિષે સૂર્ય, ચંદ્ર, વૃક્ષ અને મેઘ વિગેરેના દષ્ટાંતે સુલભ જ છે. તે તારી પુત્રીને જે અંધતા આપી, તે તારા ચિત્તનું વાંછિત જ હતું, અને કૈલધમી છતાં જે તું શ્રાવકની પુત્રીને ઈચ્છે છે, તે તારૂ વિવેકદષ્ટિ રહિતપણું જ સૂચવે છે. તેથી જો તું ક્ષત્રિય છે તો યુદ્ધમાં તારું પરાક્રમ બતાવ. ઉત્તમ પુરૂ ફળ (કાર્ય )વડે જ પોતાના ગુણો કહે છે, વાણી વડે કહેતા નથી.” આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણની વાણું રૂપી ઘીની આહુતિ વડે તે પધરથ રાજાને કોધાગ્નિ દેદીપ્યમાન થયે, તેથી તે ધનુષને કુંડળ રૂપ કરી યુદ્ધ કરવા સન્મુખ આવ્યું. તેણે તે બ્રાહ્મણ ઉપર મર્મ સ્થાન અને બશ્નરને છેદવા માટે હજારે બાણે મૂક્યા, તે સર્વ બાણે તેણે તરત જ એકી સાથે પોતાના બાવડે કાપી નાંખ્યા. પછી તે પમરથ રાજાના સૈનિકે કે જેમને તેમના સ્વામીએ ઘણે ઉત્સાહ આપે, તેઓ કરડે એકી સાથે બખ્તર ધારણ કરી તૈયાર થઈ) બ્રહ્મવૈશ્રવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વેને શિકારી જેમ મૃગોને વીધે તેમ એકલા બ્રહ્મશ્રવણે જાણે તેટલાં બધાં રૂપ ધારણ કર્યો હોય તેમ કરડે બાણો વડે એકીસાથે વીંધી નાંખ્યા. તે બ્રાહ્મણને બાણ ચડાવતા તથા મૂકતા કઈ પણ સુભટો જાણતા-જેતા નહોતા પરંતુ તત્કાળ પિતાના આત્માને તેના બાણોથી વીંધાતે જ જોતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust