________________ (28) જયાનંદ કેવળી ચરિત્ર. તે સર્વ ઉપર એકીસાથે બ્રહ્મવૈશ્રવણે ધનુષ્ય લઈ તેને ટંકારવ કરી બાણેની વૃષ્ટિ કરી અને સિંહની જેવી ગર્જના કરી. તથા તે સુભટોએ મૂકેલા ચક્ર, શકિત, ત્રિશૂળ, ગદા અને ભાલા વિગેરે આયુધાને ભેદી મૃગની જેમ તેઓને વીંધી નાખ્યા. તેમનાં જીવિતને ખેંચી લેવા માટે તત્પર થયેલા તે વિપ્રના બાવડે વ્યાકુળ થયેલા તેઓ આયુધને ગ્રહણ કરવા કે મૂકવાને પણ શક્તિમાન થયા નહીં. આ પ્રમાણે તે વિપ્રે શત્રુના પ્રલય કાળ જેવું યુદ્ધ ક્યું અને તેણે રૂધેલા વીરા પિતાના સ્વામીને લેવા અસમર્થ થયા ત્યારે કમળપ્રભ રાજાની ભૂસંજ્ઞાથી પ્રેરાયેલા સુભટોએ તે પમરથ રાજાને બાંધી કમળપ્રભના રથમાં લાવીને નાંખે. આ પ્રમાણે પોતાના રાજાને શત્રુરાજાએ રથમાં ગ્રહણ કરેલો જોઈ સ્વામીની આશા રહિત થયેલા તેના વિરેએ વિચાર્યું કે હવે કેના કાર્યને માટે આપણે મરવું?એમ વિચારી રણસંગ્રામને ત્યાગ કરી જીવિતની ઇચ્છાવાળા તે સર્વેએ બીજી ગતિ (આશ્રય) નહી પામવાથી તે દ્વિરેંદ્રને જ આશ્રય કર્યો. તેમને તેવી રીતે શરણે આવેલા જોઈ પ્રસન્ન દૃષ્ટિવાળા કુમારે હાથ ઉંચે કરી કહ્યું કે-“તમે ભય પામશે નહીં, તમારે રક્ષક હું છું.” એમ કહી તેમને આશ્વાસન આપ્યું. તે વખતે “જય જય’ શબ્દથી વાચાળ થયેલા દેવોએ કુમારના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી, અને આકાશમાં દુંદુભિને નાદ કર્યો. કમળપ્રભ રાજાના શિબિરમાં જયના વાજિંત્રો વાગવા લાગ્યા અને તરફ તેના સુભટે જયને નાદ કરવા લાગ્યા. કહ્યું છે કે - જેના હદયમાં વીતરાગ દેવ રહેલા છે. પાંચ ઈદ્રિયરૂપ શત્રુને જીતનારા ગુરૂ રહેલા છે અને દુષ્કર્મને જીતવામાં તત્પર સદ્ધર્મ રહેલો છે. તે જ પુરૂષ યુદ્ધમાં જય પામે છે. તથા જેને અરિહંત અને સદ્દગુરૂને વિષે ભક્તિ નથી, અને જિનભાષિત ધર્મને વિષે કાંઈ પણ રૂચિ નથી, તેવા પુરૂષો ભવ ભવને વિષે અતિ દુઃસહ એવા સર્વ જાતિના પરાનું સ્થાન જ થાય છે.” - પછી સાસુ અને પ્રિયાની વાણુને સ્મરણ કરતા કુમારે તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust