________________ (276) જ્યાનંદ કેવળી ચરિત્ર હતા. આવી તેની અદ્ભુત શકિત જોઇ સર્વે આશ્ચર્ય પામ્યા, અને અહો ! આનું બળ તથા ભાગ્ય અદ્ભુત છે” એમ સર્વેએ તેની પ્રશંસા કરી. બ્રહ્મવૈશ્રવણે નિષેધ કર્યો છતાં પણ કમળપ્રભ રાજાના સૈનિકો તેના યુદ્ધવડે પોતાને ઉત્સાહ વધવાથી એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે કુમાર અને રાજાને તથા તે બન્નેના સિન્યાને શૂરવીરના શાયરૂપી સુવર્ણની કસોટી જેવો રણસંગ્રામ પ્રવત્યો. સુભટેએ સામા સુભટના છેદેલા મસ્તકે આકાશમાં ભમવા લાગ્યા, કે જેથી સેંકડે રાહુવાળું આકાશ ઉત્પાતવડે ભયંકર દેખાવા લાગ્યું. બને સૈન્યમાંથી પરસ્પરના પ્રહારવડે ભાંગી ગયેલ ભાલા, ગદા, ચક્ર, શૂળ, શક્તિ, ખરું અને મુદ્ગર વિગેરે શસ્ત્રો જાણે વાયુએ કંપાવેલા વનમાંથી ઉડેલા પક્ષીઓ હોય તેમ આકાશમાં ભમવા લાગ્યા. અરે! તું શસ્ત્ર મૂકીને ચાલ્યો જા, હું બીકણ ઉપર પ્રહાર કરતો નથી. અરે વાચાળ ! તને ધિક્કાર છે. જે તે ક્ષત્રિય હો તો ઉભે રહે, કેમ નાશી જાય છે? હું કૃપાળું છું તેથી બાળકને કેમ મારૂં ? ' અરે! નાશી જ. ફેગટ ન મર. અરે વીર ! તું કેમ સુતો છે ? આ તારે શત્રુ બડાઈ મારે છે. અરે! બહુ સારું. તે એક જ વાર છે કે જે બાવડે વીંધાયા છતાં પણ યુદ્ધ કરે છે. અરે ! ઉભે થા. ઉભો થા. કેમ ઉત્સાહ ભંગ થાય છે? અરે! નાઠે નાઠો. હણાયો. હણાય. " આ પ્રમાણે પરસ્પર નામ દઈને બોલાવતા, યુદ્ધને ઈચ્છતા અને ગર્જના કરતા સુભટની વાણી તરફ પ્રસરતી હતી. હવે ચિરકાળ યુદ્ધ કર્યા પછી કુમારે બાવડે પમરથ રાજાનું ધનુષ, છત્ર, ચામર, મસ્તકનો ટેપ અને બખ્તર એ સર્વ છેદી નાંખ્યા. તેથી ક્રોધ પામેલા તે રાજાએ પણ તરત જ નવું ધનુષ ગ્રહણ કરી બાવડે તે બ્રાહ્મણનું બાણુ કમળના નાળની જેમ છેદી નાંખ્યું એટલે કોપથી ઉદ્ધત થયેલા તેણે પણ ગદાવડે રાજાને રથ ભાંગી નાખ્યો, ત્યારે રાજાએ પણ મુગરવડે તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને તે બ્રાહ્મણની ગદાને પણ શીધ્રપણે ચૂર્ણ કરી નાખી. ત્યારે બ્રાહ્મણે કુદકો મારી ખવડે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust