________________ - નવમે સર્ગ. (ર૭૩) ગદાવડે પાપડની જેમ રથને ભાંગી નાખતા હતા, અને જાણે બાળકની ક્રીડાના રમકડાં હોય તેમ તેના અર્થ સહિત સુભટને નીચે પાડી દેતા હતા. કેટલાકપત્તિઓ પણ પૃથ્વી પર ચંગાપુરૂષની જેમ આળોટતા હતા. તેઓ કોઈ પણ પ્રકારે ઉભા થતા ત્યારે પાછા રથના ચક અને હાથીના પગ અથડાવાથી પડી જતા હતા. વીરોના બાણ ચોતરફ પ્રસરવાથી આકાશમાં મંડપ થયે, તેથી સૂર્યનો પ્રકાશ છતાં પણ શત્રુનો પ્રચાર રૂંધાતો હતો. તરફ અંધકાર વ્યાપી ગયો, તે વખતે પરસ્પર શસ્ત્રના અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે સર્વત્ર પ્રકાશ થતો હતો, અને વીરેના મુખ ઉપર વિશેષ પ્રકાશ પડતા હતા. આ પ્રમાણે દ્ધાઓએ અતિ ભયંકર યુદ્ધ કર્યું, તેમાં કમળપ્રભ રાજાનું અગ્ર સૈન્ય ભાંગ્યું. તેને પાછું હતું જેઈ તત્કાળ કોધથી ઉદ્ધત થયેલો તે કમળપ્રભ રાજા જેટલામાં ધનુષને ધારણ કરી પોતે ઉભે થયે, તેટલામાં “હે રાજા ! હું હાજર છતાં આ તમારે યુદ્ધને સંભ્રમ શો ?" એ પ્રમાણે કહી તેને નિષેધ કરી બ્રહ્મવૈશ્રવણ રથ ઉપર આરૂઢ થઈ વિવિધ આયુધને ધારણ કરી યુદ્ધ કરવા ઉઠ્યો (તૈયાર થયો). ભુજદંડના પ્રચંડ પરાકમવાળા તેણે ધનુષને કુંડળ રૂપ કરી મેઘની જેમ ચોતરફ બાણની વૃષ્ટિ કરી, જેથી શત્રુઓના મસ્તકના ટેપ અને બખ્તર વિગેરે ભેદી શત્રુઓને નિરાધાર કરી દીધા. તેણે બાણ વડે એકી સાથે અયસ્ત્રાણ સહિત હાથીઓને, પ્રક્ષર સહિત અશ્વોને અને બખ્તર સહિત પત્તિઓને ચતરફથી વીંધી નાખ્યા. જેમ કલ્પાં. ત કાળને વાયુ વૃક્ષોને પાડી નાખે તેમ તેણે ન જાણી શકાય તેવા બાણે મૂકીને એકી સાથે હજારે ગજાદિકને પાડી નાંખ્યા. તેણે ક્ષણવારમાં રથવાળાને રથ રહિત કરી દીધા, હસ્તીના સ્વારને હાથી રહિત કરી દીધા, જીવવાળા પતીઓને જીવ 1 ખેતરના રક્ષણ માટે કરેલ કૃત્રિમ પુરૂષ. 2 અંગરક્ષણ કરનાર લેઢાની ખુલ જેવું બન્નર. 3 પલાણ વિગેરે અશ્વનું બશ્વર. 35 P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust