________________ નવમે સગ. (2) કરતા નથી.” પછી માર્ગમાં રહેલા સરોવર, નદીઓ અને વાવને શોષણ કરતા પદુમરથ રાજા પણ સિન્ય સહિત આવી પહોંચે, અને તેની સન્મુખ પડાવ નાંખીને રહ્યો. બન્ને સૈન્યના સુભટોએ પ્રાપ્ત થયેલા સંગ્રામને મહોત્સવ તુલ્ય માની રાત્રિએ શસ્ત્રજાગરિકા કરી. પ્રભાતે રણસંગ્રામ જેવા માટે જાણે કેતુકી થયે હોય તેમ સૂર્ય પૂર્વાચળ પર આરૂઢ થયો. તેને અને સુભટોને પ્રતાપ પરસ્પર સ્પધંથી વૃદ્ધિ પામવા લાગ્યા. ચંડરૂચિ (સૂર્ય) ના કરો (કિરણે થી જેના 'વસુઓ (કિરણો) નાશ પામ્યા છે એવા તારાઓ લુબ્ધ રાજાના પ્રજાજનો શહેરમાંથી નાશી જાય તેમ કોઈ ઠેકાણે નાશી ગયા-જતા રહ્યા. પિતાના કર (કિરણો) વડે ઉપમિનીને સ્પર્શ કરવાના દોષથી, દોષાકર (ચંદ્ર) ના “વસુ (કિરણો) પમિનીના પતિએ (સૂર્ય) લુપ્ત ર્યા, તેથી તે દોષાકર અત્યંત પ્લાન–નિસ્તેજ થઈ ગયે. “બાંધવ વિના સુખ નથી” એમ રાત્રિએ થયેલા પોતાના વિયોગની વાણી વડે જાણે સૂર્યને કહેતા હોય તેમ ચક્રવાક પક્ષીઓ શબ્દ કરવા લાગ્યા. ઉત્તમ રાજાની જેવા સૂર્ય ઉદય થવાથી પ્રજાજનોમાંથી અનીતિના સમૂહની જેમ સમગ્ર સ્થાનેથી અંધકાર નાશ પામ્યો અને નીતિના સમૂહની જેમ પ્રકાશ વિસ્તાર પામે. . આ રીતે પ્રાતઃકાળ થતાં ઢક્કા, હુડુક્ક, આનક, શંખ, ભેરી, પહ, ખરમુખી અને કાહલ વિગેરે રણસંગ્રામના વાજિત્રે બને સૈન્યમાં એક વખતે ચોતરફથી વાગવા લાગ્યા. તેને ધ્વનિ પ્રલયકાળના મેઘની ગર્જનાના અહંકારને નાશ કરવા લાગ્યું. તે નાદના પ્રસારથી ત્રાસ પામેલા સર્પો પિતાના બીલમાં પેસી ગયા, વનમાં ફરતા સિંહે પોતાની ગુફામાં પેસી ગયા અને હાથીઓ પિતાના ગલ્ડર (ઝાડી) માં પેસી ગયા. પ્રેત, ભૂત અને રાક્ષસો વિગેરે કેતુક જેવાની તથા માંસપ્રાપ્તિની બુદ્ધિથી હર્ષવડે નૃત્ય કરતા આકાશમાં એકઠા થયા. 1 શસ્ત્રને તીક્ષ્ણ કરવા માટે જાગરણ 2 પ્રચંડ પ્રતાપવાળા રાજાના. કરવી. 4 ધન. 5 હાથ. 6 કમલિની. બીજા પક્ષમાં પમિની જાતિની સ્ત્રી. છે દોષના સમૂહવાળા કોઈ પુરૂષ. 8 ધન, કાંતિ વિગેરે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust