________________ નવમે સર્ગ. (269) વચન બેલે છે છતાં હજુ તેને ગળે હાથ દઈને કોઈ પણ કાઢી મૂકતો નથી.” તે સાંભળી કઈ વીરે તેને ગળે હાથ દઈ કાઢી મૂકે. આ પ્રમાણે અપમાનથી ઉત્પન્ન થયેલા અત્યંત ક્રોધથી ધમધમતા તે દૂતે જઈ પદ્યરથ રાજાને તે સર્વ વૃત્તાંત કહ્યો. તેથી ઘીની આહુતિ વડે અગ્નિની જેમ દૂતની વાણીવડે તે અભિમાની રાજાને ક્રોધ તત્કાળ દેદીપ્યમાન થયે, અને તેણે તત્કાળ સન્ય એકઠું કરવા માટે રણભેરી વગડાવી. કારણકે “સુભટો પ્રાણ ત્યાગ કરે, પણ પરાભવ સહન ન કરે.” પછી અત્યંત ઉત્સાહવડે પુષ્ટ શરીરવાળે, છત્ર ચામરવડે શોભતો અને વાજિત્રના નાદવડે તથા સૈન્યના ઘષવડે આકાશને ગજાવતે તે રાજા સારા મુહૂર્ત સર્વ મંગળપૂર્વક હસ્તીપર આરૂઢ થયે. તે વખતે તેને માઠા શકુનોએ વાર્યો તે પણ આવેશથી અત્યંત પ્રેરાય હોય તેમ તે પદ્મરથ રાજા ઘણું સૈન્ય સહિત કમળપ્રભ રાજાને જીતવા માટે પદ્મપુરથી નીકળે. અનુક્રમે માર્ગે ચાલતાં તેનું બીજું સિન્ય ચોતરફથી એકઠું થયું. તેમાં ત્રીશ હજાર હાથી, ત્રીશ હજાર ર, ત્રીસ લાખ અશ્વો અને ત્રીસ કરોડપત્તિઓ એકઠા થયા. તે સૈન્યના ચાલવાથી બંને પ્રકારના ક્ષમાભૂત (પર્વત અને રાજાઓ) કંપવા લાગ્યા. આ રીતે સર્વ સિચવડે આવતા તેને સાંભળીને કમળપ્રભ રાજા મંત્રી વિગેરેની સાથે વિચાર કરવા લાગ્યો કે-“ અહો ! વિનાવિચારે કેપ અને માનને લીધે આપણે બળવાનની સાથે આ વૈર ઉત્પન્ન કર્યું છે, તે હવે તેને નિર્વાહ શી રીતે કરે ? " આવું રાજાનું વચન સાંભળી મુખ્ય મંત્રી બોલ્યો કે– હે રાજન્ ! જે કર્યું તે ન કર્યું થવાનું નથી. ક્ષત્રીઓ પરાભવને સહન કરી શકતા જ નથી. તેમજ જેને દેષ પ્રત્યક્ષ જોયો છે એવા કૈલના કુળમાં શી રીતે કન્યા અપાય? તેથી આ બાબતમાં તે કાંઈ પણ અવિચાર્યું થયું નથી. હવે આપણે કિલ્લો સજજ કરી તેમાં અન્ન જળ વિગેરે ભરીએ, અને સૈન્ય એકઠું કરી કિલ્લામાં રહીને જ યુદ્ધ કરીએ.” તે સાંભળી કમળપ્રભ રાજાએ કહ્યું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust