________________ (ર૭૦) જમાનંદ કેવળી ચરિત્ર. ભલે એમ છે. પરંતુ મને એમ લાગે છે કે આપણે બહાર નીકળીને યુદ્ધ કરીએ અને શત્રના સૈન્યને છતીએ. સાહસથી શું સિદ્ધ ન થાય? દુર્ગમાં રહીને યુદ્ધ કરતાં મને લજજા અતિ પીડા ઉપજાવે છે. ક વીરમાની શત્રુથી કરાતું પિતાના દેશનું આક્રમણ સહન કરે?” તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલ્યા કે –“હે રાજેદ્ર ! તમે કહો છે તે સત્ય છે. શત્રુનો ભય બીલકુલ તજી દ્યો, કિલ્લાને સજજ ન કરે, અને શત્રુની સાથે યુદ્ધ કરવા શીધ્રપણે નગરમાંથી બહાર નીકળે. આપ ચિંતા ન કરે. હું એકલે જ તેને જીતી લઈશ. બીજા સર્વેએ સાવધાન થઈને જોયા કરવું. જેમ મારૂં બીજું નાટક વિસ્મય અને આનંદયુક્ત થઈ તમે જોયું, તેમ આ યુદ્ધ સંબંધી નાટક પણ તમારે સર્વેએ નિઃશંકપણે જેવું.” આ પ્રમાણે બ્રહ્મવૈશ્રવણનું વચન સાંભળી હર્ષ પામેલે રાજા પિતાનું સર્વ સૈન્ય એકઠું કરી, મંગલિક આચાર કરી, દેવગુરૂની સ્તુતિ કરી, સર્વ વિઘને હરનાર પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી મેટા ગજેપર આરૂઢ થયે. છત્રવડે સૂર્યના આતપને દૂર કરતા, ચામરેવડે વીંઝાતો, વાજિત્રના નાદવડે આકાશને પૂરતો અને શુભ શકુનવડે ઉત્સાહને વધારતે તે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળ્યો. તેની પાછળ વિવિધ આયુધો ધારણ કરવાથી દુર (ઉત્કટ) બ્રહ્મવૈશ્રવણ પણ સંગ્રામને ઉચિત સામગ્રી સહિત રથપર આરૂઢ થઈ નીકળ્યો. તેના નીકળ્યા પહેલાં ઉત્તમ મંગળ કરીને કમળા રાણુએ તેને કહ્યું કે-“હે ભદ્ર! તું કઈ અલક્ષ્ય (જાણ ન શકાય તે) પુરૂષ છે, તો મારા પતિને તું યુદ્ધમાં હણુશ નહીં.” તેની પ્રિયાએ પણ બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે-“મારે પિતા યુદ્ધમાં તમારી સન્મુખ આવે અને અપરાધી થાય તો પણ તમે તેને વધ કરશે નહીં.” તે બન્નેનું વચન તેણે અંગીકાર કર્યું. હવે શૂરવીરને વિષે અગ્રેસર એવા કમળપ્રભ રાજાનું સિન્ય પદમરથ રાજાના સૈન્યથી અર્ધ હતું તો પણ તે શત્રુની સામે ચાલ્યા, અને શીધ્રપણે પિતાના દેશની સીમાએ જઈ પડાવ નાંખી સ્વસ્થ મને રહ્યો. પરાક્રમ, ઉત્સાહ અને શકિતવાળા પુરૂષે યુદ્ધમાં વિલંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust