________________ નવમે સર્ગ, (ર૬૭) રાજાએ કહ્યું-“હે ભદ્ર! મેં પણ પ્રતિજ્ઞાના વશથી તેવું કર્યું છે.” દૂત બો -“અંતરંગને વિધિ બાહ્ય વિધિને બાધ કરે છે. તે ન્યાય પ્રમાણે રાજપુત્રીના દાનવડે વિપ્રદાનને બાધ કરે. કેમકે મોટાઈ, સ્વજનપણું અને પરાક્રમવડે આ રાજા તમારો અંતરંગ છે. તો હે રાજા ! આ તમારી કેવી બાજુતા છે કે જેથી ખરા માર્ગને વિષે પણ તમને મોહ ઉત્પન્ન થાય છે? કામદેવના રૂપને પણ તિરસ્કાર કરનાર તે રાજપુત્ર ક્યાં? અને નટ જેવી વિદ્યાદિકવડે પેટ ભરનાર આ બ્રાહ્મણ કયાં? ઘણો ઉપકારી હોય તે પણ બ્રાહ્મણને તો ઘણી ગાયે વિગેરે આપી દક્ષિણ આપવી જગ્યા છે, રાજપુત્રી આપવી એગ્ય નથી. ઘણે ભાર વહેતો હોય તે પણ ખરને તે વિશેષ પ્રકારને ચારો જ આપવાનો હોય, તેના કંઠમાં કાંઈ મણિની ઘંટા બાંધવાની ન હોય.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“કાર્ય કર્યા પહેલાં ગ્યાયેગ્યને વિચાર કરવો ઘટે છે, પરંતુ કાર્ય કર્યા પછી તો તેને નિર્વાહ કરે એ જ પુરૂષને યેગ્ય છે. કહ્યું છે કે-દિગહસ્તી, કૂર્મ, કુળપર્વત અને શેષનાગે ધારણ કરેલી આ પૃથ્વી પણ કદાચ ચલાયમાન થાય, પરંતુ નિર્મળ મનવાળા પુરૂષની પ્રતિજ્ઞા યુગને અંતે પણ ચલાયમાન થતી નથી. તેથી કરીને તે દૂત! વિદ્વાનને સંમત એવું આ કાર્ય અંગીકાર કરેલું હોવાથી તેમાં બીજે વિચાર કરવાનું તું કહીશ નહીં. હવે બીજું કાર્ય કાંઈ કરવાનું હોય તે કહે.” ત્યારે દૂત બેલે કે-“હે રાજા! ભવિષ્યના આત્મહિતને વિચાર કરે. મોટા સાથે સ્વજનપણું જાળવ્યું હોય તે તે સર્વ કાર્ય કરનાર થાય છે. જો તમે તે રાજપુત્રને તમારી કન્યા નહીં આપો તે બળાત્કારથી ગ્રહણ કરતાં પણ તને કોણ અટકાવશે ? પમરથ રાજા પોતે જ એ પરાક્રમી છે કે યુદ્ધમાં તેની પાસે અન્ય વીરો તૃણ જેવા થાય છે, અને જીવિતને તૃણની જેમ ત્યાગ કરે છે. તેમજ તેના સૈન્યરૂપી સમુદ્રમાં સૈન્ય સહિત તમે માત્ર સાથવાની મુઠી જેવા છે. તેનાથી પરાભવ પામતાં તમારો રક્ષક કઈ પણ થાય તેમ નથી તેથી, હે રાજા! જે તમને રાજ્ય અને જીવિતની ઈચ્છા હોય તે તમે તેના પુત્રને કન્યા આપી સુખે રહે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust