________________ નવમે સર્ગ. (ર૬પ) પ્રમાણે તે બ્રહ્મશ્રવણની વાણુથી રાજા, મંત્રી વિગેરે સર્વ અત્યંત હર્ષ પામ્યા, તે વખતે કાળ નિવેદન કરનાર અધિકારીએ અવસર જણાવ્યાથી સર્વ ઉભા થયા, અને પોતપોતાના રાત્રિદિવસ સંબંધી યથાયોગ્ય કાર્ય કરવામાં પ્રવર્યાં. કમળસુંદરી કન્યા પણ બ્રહ્મવૈશ્રવણે પિતાને અંગીકાર કરી એમ સાંભળીને હર્ષ પામી. એકદા પ્રાત:કાળનું કૃત્ય કરી કમળપ્રભ રાજા રાજવર્ગવડે પૂર્ણ થયેલી સભામાં શ્રેષ્ઠ એવા સુવર્ણના સિંહાસન પર બેઠો હતો, તે વખતે પ્રતિહારે રાજાને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરીકે-“હે સ્વામી! પદ્ધરથ રાજાનો દૂત આવે છે, તેને મેં દરવાજે ઉભું રાખે છે. તેને સભામાં મેલું ?" ત્યારે રાજાએ તેને મોકલવાનું કહ્યું એટલે તેણે તેને સભામાં દાખલ કર્યો હતે કામદેવથી પણ અધિક રૂપવાળા અને રત્નના આ ભરણની કાંતિવડે સર્વ સભાને પ્રકાશિત કરતા રાજાને જે. તેના મસ્તકપર મણિજડિત સુવર્ણનું છત્ર ધારણ કરેલું હતું, અને બાજુએ તે ચામરેથી વીંઝાતો હતો, તથા મંત્રીઓ, સામંતે, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે પરિવારવડે, બ્રહ્મવૈશ્રવણ વિગેરે પીઠમર્દક મિત્રોવડે, બીજા પણ લક્ષ્મીવડે વૈશ્રવણ (કુબેર) જેવા અને માન આપવા લાયક ઘણુ પરજનવડે, કવીશ્વરે અને ધર્મકથાદિક કરનાર અનેક પંડિત વડે અને બખ્તર ધારણ કરવાથી વિકટ અંગવાળા તથા વિવિધ આયુધને ધારણ કરનારા વીર અંગરક્ષકોવડે તે રાજા ચતરફથી સેવાતા હતા, તથા પોતાના એશ્વર્યની લીલાવડે યમરાજને જીતે એ જણાતા હતા. આવા તે પૃથ્વીંદ્રને જોઈ તેને નમસ્કાર કરી, તેની સમૃદ્ધિથી વિસ્મય પામી તે દૂત રાજાએ ભૂકુટિની સંજ્ઞાથી બતાવેલા આસન પર બેઠે. પછી રાજાએ તે દૂતને પૂછયું કે–“હે દૂત! તું કુશળ છે? અમારી બેનના પતિ કુશળ છે? અહીં આવવાનું તારે શું પ્રયજન છે?” ત્યારે તે દૂત મસ્તક નમાવી બે હાથ જોડી 1 પાદપીઠ પાસે બેસનારા. 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust