________________ (ર૬૪) જયાનંદ કેવળી ચરિત્ર. તિચરિત્ર ઉપરથી સપુરૂષોના મેહરૂપી શત્રુની જયલક્ષમીને માટે આ મદનનું ચરિત્ર સંવત 1510 વર્ષે રચ્યું છે. આ ધનપતિના પુત્ર ધનદેવનું ચરિત્ર સાંભળી તેને સમ્યફ પ્રકારે વિચાર કરો આ ભવ તથા પરભવમાં અત્યંત દુઃખ આપનારી સ્ત્રીઓની સાથે રહીને સુખને અભિલાષ કોણ કરે? ઇતિ મદન-ધનદેવ ચરિત્ર. આ પ્રમાણે મદન-ધનદેવની કથા સાંભળી રાજા કમળપ્રભ વિગેરે સર્વ જને આશ્ચર્ય પામી તે બ્રહ્મ વૈશ્રવણની ચતુરાઈની સ્તુતિ કરવા લાગ્યા. પછી કમળપ્રભ રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિને માટે તે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે-“સ્ત્રીએનું આવું જે ચરિત્ર કહ્યું તે સત્ય છે, પરંતુ ગૃહસ્થીઓથી તેને ત્યાગ કરી શકાતો નથી, તેમજ સર્વ સ્ત્રીઓ એકાંતપણે નિંદા કરવા લાયક પણ હોતી નથી, કેમકે તેઓ પણ મોક્ષમાં જઈ શકે છે. જીવોને વિષે ગુણ કે દેષ કર્મના વશથી થાય છે, અને તેનાં કારણે મિથ્યા ત્યાદિક આશ્રવ જ છે, પરંતુ સ્ત્રીને કે પુરૂષને આકાર કાંઈ ગુણદોષનું કારણ નથી. તેથી આશ્રોની જ નિંદા કરવી યોગ્ય છે. આકારની નિંદા કરવાથી શું ફળ? હે બ્રહ્મવૈશ્રવણુ! તે પ્રથમ જે કહ્યું હતું કે–સામાન્ય માણસને અધિક પ્રિયાઓ કરવી ગ્ય નથી” તે તારૂં વચન જ તું યાદ કર. એટલે કે તું કાંઈ સામાન્ય માણસ નથી, કે જેથી સ્ત્રીઓ તને પીડા પમાડી શકે, તેથી મારી પુત્રીનું પાણિગ્રહણ કર. સત્પરૂષે અન્યની પ્રાર્થનાને ભંગ કરતા નથી.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલ્યો કે“હે રાજા ! જે તમારે મને એ જ આદેશ હેાય તો ભલે પણ હમણાં કેટલાક કાળ રાહ જુએ, અવસરે જે એગ્ય હશે તે થઈ રહેશે. મારે અમુક પ્રતિજ્ઞા છે, તે જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કાંઈ કહેવું નહીં. તે પ્રતિજ્ઞા અવસરે તમે પણ જાણશે.” આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust