________________ નવમો સર્ગ. (ર૬૩) થયા. ત્યાં દેવનું સુખ ભોગવી મનુષ્યને વિષે ઉત્પન્ન થયા તે આ પ્રમાણે - મદનને જીવ વિજયપુર નામના નગરમાં સમરસેન રાજાની વિજયાવલી નામની રાણીથી મણિપ્રભ નામને પુત્ર થયો. અનુક્રમે પિતાએ તેને રાજ્યપર સ્થાપન કર્યો. તેણે ચિરકાળ સુધી રાજ્યલક્ષમી ભેગવી. એકદા કરમાઈ ગયેલા કમળના વનને જોઈ પ્રતિબંધ પામી, પિતાના પુત્રને રાજ્ય સેપી જિનેશ્વરસુરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મણિપ્રભ રાજર્ષિ ઘણું તપસ્યા કરવાથી અવધિજ્ઞાન પામ્યા તથા આકાશગમનની શકિતવાળા થયા. બીજે ધનદેવનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગથી એવી વૈતાઢ્ય પર્વતપર રથનૂપુરચકવાલ નામના નગરમાં મહેન્દ્રસિંહ નામે માટે વિદ્યાધરનો ચકવતી છે. તેને રત્નમાલા નામની પ્રિયા હતી, તથા રત્નચૂડ અને મણિચૂડે નામના બે પુત્ર હતા. એકદા તે ચકીની પ્રિયા મહા વ્યાધિથી મરણ પામી, તેણીનું રાજા રક્ષણ કરી શકે નહીં. તેથી તેના શેકવડે પીડા પામેલો તે વિદ્યાધરને ચકવતી મેહના વશથી વિલાપ કરવા લાગ્યા. આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામી લબ્ધિવડે પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં તે ચકવતીએ તે મુનિને નમસ્કાર કર્યો. પછી મુનિએ પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર કહી તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે તેણે રત્નચૂડ પુત્રને રાજ્ય સેંપી તેજ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે વિદ્યાધર રાજર્ષિ સર્વ આગમનો અભ્યાસ કરી અતિ ઉગ્ર વિવિધ પ્રકારના તપ તપી અનેક લબ્ધિના સ્થાનરૂપ થયા. ત્યારપછી તે બન્ને રાજર્ષિ ચિરકાળ સુધી અષ્ટાંગ યેગના સાધન વડે સમગ્ર કમળનો ક્ષય કરી અનુક્રમે મેક્ષસુખ પામ્યા. આ પ્રમાણે જે પંડિત જ મદન અને ધનદેવની જેમ વિષયસુખને દુ:ખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અંગીકાર કરે છે, તેઓ અનુક્રમે મોક્ષસુખની સંપદાને પામે છે. તપગચ્છના આચાર્ય શ્રી મુનિસુંદર સૂરિએ પ્રાકૃત સુમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust