________________ નવમે સર્ગ. ' (ર૬૧) ભય પામી શ્રીમતીના મુખ સામે જોયું, એટલે તેણીએ કહ્યું કે-“ભય ન પામે. પછી વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘુંટી, ઢીંચણ, સાથળ, નાભિ, છાતી, કંઠ અને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. ત્યારે તેણે ભય પામી શ્રીમતીને કહ્યું કે-“હે પ્રિયા ! હવે તદન ડુબી ગયા પછી તું કોની પ્રતિક્રિયા કરીશ ?" તે સાંભળી તેણીએ ગાયની જેમ પિતાના મુખવડે જ તે જળનું એવીરીતે પાન કર્યું કે જેમાંથી એક બિંદુ પણ બાકી રહ્યું નહીં. આ તેણીને ચમત્કાર જોઈ તત્કાળ તે બન્ને સ્ત્રીઓ શ્રીમતીના પગમાં પડી અને બોલી કે “તારી વિદ્યા કળા અને ગુણો વડે અમે હારી ગયા છીએ, તેથી અમે સ્વામિનીની જેમ તારી સેવા કરશું.” પછી તે ત્રણે સ્ત્રીઓ પરસ્પર પ્રીતિવાળી થઈ પોતપોતાના કાર્યમાં પ્રવતી. અને એ સ્ત્રીઓ ક્ષુદ્રવિદ્યાવડે પરસ્પર સદુશપણને પામેલી હોવાથી પરસ્પર પ્રીતિવડે મળી ગઈ. કેમકે “સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોયજ છે.” * અનુક્રમે પ્રથમની બે પ્રિયાઓના સંગથી તે ત્રીજી પ્રિયા પણ સ્વેચ્છાચારી થઈ. “ગુણ તથા દોષ સંસર્ગથી જ પ્રાપ્ત થાય છે.” પછી તે ધનદેવે વિચાર કર્યો કે– પ્રથમની બે પ્રિયાની ભકિત તે મેં જોઈ છે. હવે ત્રીજીની પણ જે એવી જ ભકિત થશે, તો મારૂં શરણ કેણ થશે? તેથી પ્રત્યક્ષ રાક્ષસી જેવી આ ત્રણે સ્ત્રીને ત્યાગ કરીને હું કાંઈક આત્મહિત કરૂં, કે જેથી આ ભય ફરીથી પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચાર કરી કાંઈક કાર્યનું મિષ કરી તે ધનદેવ અહીં ઉદ્યાનમાં આ ચૈત્યને વિષે આવ્યો છે તે ધનદેવ હું જ છું. આ પ્રમાણે મેં પિોપટની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તારા દુઃખથી પણ અધિક છે. આ પ્રમાણે તે ધનદેવનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા મદને તેને કહ્યું કે-“હે મિત્ર ! દૈવયોગે તને પ્રાપ્ત થયેલી પશુતા પ્રાપ્ત થયા છતાં નષ્ટ થઈ, તથા તે શરીરવડે વિશેષ દુઃખ ન અનુભવ્યું, એટલે તું ભાગ્યવાન છે. હવે તે આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્મહિત કરવું યોગ્ય છે. આ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust