________________ નવમે સર્ગ.. (258 ) સાગરદત્ત પોપટ સહિત પિતાને ઉતારે ગયે અને અનુક્રમે કરીયાણાને કયવિકય કરી શીધ્રપણે વહાણવડે સમુદ્રને ઓળંગી રત્નપુર આવ્યું. તેણે ધનદેવની પત્નીએ કહેલો વૃત્તાંત શ્રીપુંજ શ્રેષ્ઠીને કહી તે પિપટ આપે. શ્રેષ્ઠીએ પણ પોતાની પુત્રીને વૃત્તાંત કહેવા પૂર્વક પોપટ આપે, તેથી તે સંતોષ પામી. ભર્તારના પ્રસાદને માની તે તેને અત્યંત રમાડતી હતી. તેવામાં એકદા તેના પગે દોરે જઈ વિસ્મય પામી તેણીએ તે તોડી નાંખે. એટલે તત્કાળ તે પિપટને બદલે પિતાના રૂપને પામેલે ધનદેવ પ્રગટ થયો. તેને જોઈ હર્ષ અને આશ્ચર્ય પામેલી તેણુએ પૂછયું કે-“હે સ્વામી! આ શું આશ્ચર્ય ?" તે બોલ્યો કે-“હે પ્રિયા! તું જે જુએ છે તે સત્ય જ છે, પરંતુ હમણાં મને કાંઈ પણ વધારે પૂછવું નહીં.” આવું તેનું વચન સાંભળી તેણુંએ પિતાના પિતા પાસે જઈ તે વૃત્તાંત કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા શ્રેષ્ઠીએ સન્માનપૂર્વક ધનદેવને રહેવા માટે સ્વર્ગના વિમાન જેવો સુંદર આવાસ સામગ્રી સહિત આપે. તેમાં નવી પરણેલી સ્નેહવાળી પ્રિયાની સાથે તે ધનદેવ પુણ્યપર આધાર રાખી ઈચ્છા પ્રમાણે ભેગ ભોગવવા લાગ્યું. તથા વ્યાપારાદિક કાર્યો વડે અદ્ભુત લક્ષ્મી ઉપાર્જન કરવા લાગ્યા. કારણ કે “લક્ષમી પુણ્યને અનુસરનારી હોવાથી પૂર્વના પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે.” કેટલેક કાળ વ્યતીત થયે શ્રીપુંજ શ્રેષ્ઠી સ્વર્ગે ગયા. ત્યાર પછી પિતાના ઘરમાં ભાઈઓને ઓછો સ્નેહ જાણી પાત સહિત પિતાને સાસરે જવાને ઇચ્છતી શ્રીમતીએ વિચાર કર્યો કે –“આ પતિને ગ્રહવાસ કે છે? અને તેની પૂર્વ પ્રિયા કેવી છે? તે જેઉં.” એમ વિચારી તે જોવાની ઉત્કંઠાવાળી શ્રીમતીએ પતિને કહ્યું કે “હે પ્રિય ! તમારા પિતાને આવાસ એક વખત પણ મને કેમ બતાવતા નથી કારણ કે પુરૂષને પિતાનું અને સ્ત્રીને શ્વસુરનું ગૃહજ વખાણવા લાયક છે.” તે સાંભળી ધનદેવે જવાબ આપે કે-“હે પ્રિયા! સમય આવે સર્વ બતાવીશ.” તે સાંભળી ધીરજવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust