________________ જયાનંદ કેવળા ચરિત્ર. બોલ્યો કે -" તમારા પ્રસાદવડે હું કુશળ છું અને તમારી બહેનના પતિ પણ કુશળ છે. હવે હું અહીં આવવાનું પ્રયોજન કર્યું છું, તે હે રાજેન્દ્રતમે સાંભળે –મને પદ્મપુરના પદ્મરથ રાજાએ અહીં તમારી પાસે મેક છે, અને મારી સાથે સંદેશે કહેવરાવ્યા છે કે-“મેં દૈવયોગે સહસા ક્રોધ થવાથી કઈ ભિલને વિજયસુંદરી આપી, પછી પ્રાત:કાળે તેમની શોધ કરી, પરંતુ તેમને હજુ સુધી પત્તો લાગ્યું નથી, તેથી હું નિરંતર ખેદ પામું છું. તમે પણ શકિત પ્રમાણે તેમની શોધ કરજે. બીજી બાબત એ છે કે–તમારે મનેહર કમળસુંદરી નામની કન્યા છે કે જેના સંદર્યથી પરાભવ પામેલી લક્ષમી મહાદેવને વિષે પણ રંજીત થાય છે. તે કન્યા મારા પુત્ર પમદત્તને તમે આપે, અને કામદેવ તથા રતિની જે તેમનો આ ગ્ય સંયોગ છે. આવાં દૂતનાં વચનને કર્ણમાર્ગનાં પથિકરૂપ કરી (સાંભળી) રાજાએ તેને ઉચિત ઉત્તર આપવા માટે મનમાં વિચાર્યું કે પ્રથમ કલધમીને મારી બહેન આપી છે તેનું દુ:ખ તે હજુ પણ વતે છે. હવે ફરીને તેનાજ કુળમાં પાછી પુત્રી આપું તો તે કેવી શોભા આપશે અને કેવી સુખી થશે? પરંતુ આ પદુમરથ રાજા અતિ શુરવીર છે અને કોશ તથા સૈન્યના બળથી અધિક છે, તેથી નીતિને અનુસરતા સામ ઉપાયે કરીને તેને નિષેધ કરો યોગ્ય છે.” એમ વિચારી રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! પ્રથમ પણ વિજયસુંદરી સહિત જિલ્લની મેં શોધ કરી છે, પરંતુ તેમની શુદ્ધિ મળી નથી. બીજું આ કમળસુંદરી પુત્રી તે મારા કુમારને સાજે કરી મહા ઉપકાર કરનાર આ બ્રહ્મવૈશ્રવણને તેવા પ્રકારની પ્રતિજ્ઞા હેવાથી મેં પ્રથમ જ આપી દીધેલી છે. વળી એ કન્યા પણ ચંદ્રને વિષે સ્નાની જેમ તેને વિષેજ અનુરાગવાળી છે.” તે સાંભળી ચતુર દૂત બે કે હે પ્રભુ! રાજપુત્રને મૂકી પિતાની પુત્રી એક ભિક્ષુકને કેમ આપે છે?” રાજાએ કહ્યું કે–“તારા સ્વામીએ ભિટ્ટને પુત્રી આપી, તેમાં તેને દેષ ન લાગે, તે હું ઉત્તમ વર્ણને કન્યા આપી દૂષિત થાઉં, તે ક ન્યાય?” દૂતે કહ્યું-“મારા રાજાએ તે તેવું ક્રોધના વશથી કર્યું છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust