________________ (258) જયાનંદ કેવળી ચરિત્ર. જીવિતને ભય બતાવતી હતી. તેથી તે પિપટ મહાકણે દિવસે નિર્ગમન કરતો હતો. '' અહીં રતનપુરમાં તે નીકળી ગયેલે ધનદેવ (વર) પાછા નહીં આવવાથી શ્રીપુંજ શ્રેષ્ઠાએ તેની સર્વત્ર શેધ કરાવી. પરંતુ કોઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં. પ્રાત:કાળે તેણે લખેલ લોક સ્ત્રીના જેવામાં આવ્યું, તે વાત તેણે પોતાના પિતાને કરી એટલે બુદ્ધિના નિધાનરૂપ તે શ્રેષ્ઠીએ તેનું નિવાસ સ્થાન વિગેરે જાણી લીધું કે હસંતી નામની નગરીને રહીશ ધનપતિનો પુત્ર ધનદેવ અહીં આવ્યો હતો, અને પરણીને પાછો ત્યાં ગયો છે.” આ પ્રમાણે તેને વૃત્તાંત રૂદન કરતી પુત્રીને કહી શાંત પાડી, અને તેણીને આશ્વાસન આપવા કહ્યું કે “હે પુત્રી ! તારા વરને હું શીધ્રપણે બોલાવું છું.” ત્યારપછી એકદા સાગરદત્ત નામને સાર્થવાહ દ્રવ્ય ઉપર્જન કરવા માટે હસતી નગરીએ જતો હતો. તે હકીકત જાણી શ્રીપુંજ શ્રેષ્ઠીએ તેને ધનદેવને આપવા માટે રાત્રિએ દીધેલા અલંકારે આપી સંદેશે કહેવરાવ્યું કે –“હે ધનદેવ! અહીં આવીને તમારી પત્નીની સંભાળ ." સાગરદત્ત પણ વહાણવડે સમુદ્ર ઓળંગી હસંતી નગરીમાં આવ્યો અને ધનદેવને ઘેર ગયો. ત્યાં ધનદેવને જ નહીં, એટલે તેણે તેની પ્રિયાઓને પૂછયું કે- તમારે પતિ કયાં ગયે છે? " તેઓએ જવાબ આપે કે–“દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર ગયા છે.” ત્યારે સાગરદને કહ્યું કે–“શ્રીપુંજ શ્રેષ્ઠીએ આ અલંકારો મોકલ્યા છે અને તેના જમાઈ ધનદેવને શીધ્ર બોલાવ્યો છે.” તેઓ બોલી કે–“બહુ સારું. ધનદેવ પણ તે પ્રિયાને મળવા અતિ ઉત્સુક છે, પરંતુ ગાઢ કાર્યને લીધે તેને પરદેશ જવું પડયું છે. જતી વખતે તેણે કહ્યું છે કે-કદાચ રનપુરથી અહીં કોઈ આવે તો તેની સાથે પ્રિયાને આ પોપટ મોકલવો, અને તે જે કાંઈ આપે તે લઈ લેવું.” એમ કહી તેઓએ સાગરદાને પાંજરા સહિત તે પિપટ આપે, અને તેણે આપેલા અલંકારે ગ્રહણ કર્યા. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust