________________ (28) જયાનંદ કેવળ ચરિત્ર. ભણાવી છે. જ્યારે તે યુવાવસ્થા પામી ત્યારે મેં હદયમાં વિચાર્યું કે–“લેકરીતિ પ્રમાણે અવશ્ય આ પુત્રી કોઈને પણ આપવાની છે; પરંતુ હું એના વિયેગને એક ક્ષણવાર પણ સહન કરવા શકિતમાન નથી.” આ પ્રમાણે ચિંતાતુર થયેલા મને ગઈ કાલે રાત્રિમાં કુળદેવીએ આવીને કહ્યું કે “હે વત્સ ! શા માટે ચિંતા કરે છે ? પ્રાત:કાળે આ નગરના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પહેલા પહોરને છેડે તારી કન્યાને યોગ્ય એવા મદન નામના વરને પામીશ. વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ગુણવાળા તે વરને તારે તારી કન્યા આપવી અને તેને વિયાગ ન થવા માટે તેને તારા ઘરમાં જ રાખ.” એમ કહીને દેવી અદૃશ્ય થઈ. તેનાં વચન પ્રમાણે હું વર્તનારો હોવાથી તેના આદેશથીજ આ પુત્રી હું તને આપું છું. માટે તેને તું પરણું.” તે સાંભળી મદને વિચાર્યું કે-“પ્રથમની બે પ્રિયાએનો ત્યાગ કરી વાંઢાની જેમ મારે પ્રિયા વિના એકલા કેટલો કાળ રખડવું અને કયાં રહેવું? વળી દેવીએ કહેલી અને મનના વિશ્રામની ભૂમિરૂપ આવી દુર્લભ કન્યા મને ભાગ્યને સુલભ મળી ગઈ છે, તો તેને પરણીને હું અહીં જ ધનને ભોગ કરવાપૂર્વક. નિવાસ કરું.” આ પ્રમાણે વિચારી મદને શ્રેષ્ઠીનું વચન અંગીકાર કર્યું. પછી શ્રેષ્ઠીએ હર્ષથી અદ્વિતીય ઉત્સવપૂર્વક તેની સાથે પોતાની કન્યાને પરણાવી અને તેને પ્રમાણુ રહિત દ્રવ્ય તથા ઘરની સર્વ સામગ્રી આપી. શ્રેષ્ઠીએ આપેલા ઘરમાં રહીને મદન પણ તે નવી પરણેલી નેહવાળા સ્ત્રીની સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવવા લાગ્યું. “જ્યાં ત્યાં પણ મનુષ્યોને આવા અકસ્માત ભેગે પ્રાપ્ત થાય છે, તે પુણ્યને જ પ્રભાવ જાણ. હે મનુષ્યો! તમે સર્વત્ર પુણ્યને જ ઉપાર્જન કરો.” * * આ પ્રમાણે કેટલેક કાળ સુખમય નિર્ગમન થયું, તેવામાં એકદા અનુક્રમે વિયોગી સ્ત્રીઓને કાળ (યમરાજ) સમાન વર્ષાકાળ પ્રાપ્ત થયું. તેવા સમયમાં એકદા રાત્રીસમયે કામદેવને વશ થયેલી કેઈ વિયેગી સ્ત્ર પતિનું સ્મરણ કરી રૂદન કરતી હતી. તે (રૂદન), બારીમાં બેઠેલા મદને સાંભળ્યું એટલે તેને વિચાર થયો કે જેમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust