________________ (252) જયાનંદ કેવળી ચરિત્ર. જેઓ રાગી થાય છે, તેવા રાગાધ જીવોને ધિક્કાર છે, ધિક્કાર હ!! સ્ત્રીઓ ક્રૂરતામાં રાક્ષસી, સર્પિણ અને વાઘણથી પણ ચડિયાતી છે. તેમના પર જે વિશ્વાસ રાખે છે, તેઓ મનુષ્યરૂપે પશુઓ જ છે. તેથી ચંડા, પ્રચંડા અને વિદ્વતાને પણ તજીને હવે હું આત્મહિત કરીશ; કેમકે આ મહા સંકટમાંથી હું ભાગ્યયોગે બચી ગયો છું.” આ પ્રમાણે વિચારી તે મદન ભમતો ભમતો હસંતી નામની નગરીએ પહોંચે. તે નગરી પિતાની લક્ષ્મીવડે. સ્વર્ગપુરીને પણ જીતીને હસતી હોય એવી સાર્થક નામવાળી હતી. ત્યાં બહાર ઉદ્યાનમાં આકાશને સ્પર્શ કરતું સુવર્ણમય એક ચિત્ય તેણે જોયું. તેમાં ભક્તિ અને હર્ષથી રોમાંચિત થઈ તેણે વિધિપૂર્વક પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય આદિનાથની પ્રતિમાને પ્રણામ કરી તથા સ્તુતિ કરી સ્વર્ગના વિમાનને જીતનાર તે ચૈત્યની શોભા તે જેવા લાગ્યો. પછી પોતાના આત્માને ધન્ય માનતો તે મદન હર્ષ પામી રંગમંડપમાં બેઠા; તેવામાં ત્યાં એક સુંદર વેષવાળે યુવાન પુરૂષ આવ્યું. તે પણ પરમાત્માને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી તેજ રંગમંડપમાં આવી મોટા દુઃખથી નિ:શ્વાસ મૂકતે તે મદનની જ પાસે બેઠે. તેને નિ:શ્વાસ મૂકતો જોઈ મદને કહ્યું કે " હે મિત્ર ! તું કેણ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે? મારી જેમ તું પણ દુઃખી. છે કે શું?” ત્યારે તે બે કે -" હું આ જ નગરીને રહીશ ધનદેવ નામને વણિક છું. મારું દુ:ખ હું પછી કહીશ, પરંતુ પ્રથમ તું કર્યું છે અને તારે શું દુ:ખ છે તે તું કહે.” ત્યારે મદન બોલ્યો કે–“હે મિત્ર! મારું દુ:ખ કહેતાં મને લજજા આવે તેમ છે, તો પણ કહું છું; કેમકે પ્રથમ દર્શનમાં પણ તું સાધર્મિક હોઈ મારા પર સનેહ બતાવે છે; તેથી તારી જેવા સપુરૂષને દુઃખ કહેવાથી પ્રાયે લાભ કરનાર થાય છે.” એમ કહી તે મદને કુશસ્થળ. ગામનો પિતાને નિવાસ છે, ત્યાંથી આરંભીને અહીં હસંતી નગરીમાં આવ્યા સુધીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ધનદેવ બે –“હે મિત્ર! જ્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust