________________ નવમો સર્ગ.. (251) પ્રિયાઓની સાથે રમવા માટે જવા ઈચ્છે છે, અને ઘણી વખત રોકાવાનું કહ્યા છતાં રેકાતો નથી, તો શું મારી પાસે મુશળ નથી? છે, પરંતુ હું ભરથારના પ્રાણનો નાશ કેમ કરું? એવી દયાના વશથી જ હું તને તે મુશળવડે હણતી નથી. ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયા હતા, પણ અત્યારે મારાથી હણાત તું કેને શરણે જાય તેમ છે?” આવાં વચનો બોલતી તે તેને વારંવાર મારવા લાગી. તેના મારથી પીડા પામતા તે ઘેટાના દીન પોકારને સાંભળી ચોતરફથી ઘણું લેકે ત્યાં એકઠા થયા અને બોલ્યા કે-“અરે મૂઢ! નિર્દય! આ પશુને શા માટે મારે છે? વણિકના કુળમાં ઉત્પન્ન થયા છતાં તું આની હત્યાથી પણ શું ભય પામતી નથી?” ત્યારપછી તેણુએ મંત્રેલું જળ તેની ઉપર છાંટયું, એટલે તે ઘેટો તત્કાળ જટાધારી અને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળે તાપસ થઈ ગયે. તે જોઈ માણસોએ તે તાપસને પૂછયું કે-“હે પૂજ્ય ! આ શું?” ત્યારે તેણે પોતાનો યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેકે આશ્ચર્ય પામ્યા, અને તે દિવસથી “જે કરે બે ખાય તે માર પણ ખાય” એવી કહેવત લેકમાં પ્રસરી. પછી તે તપસ્વી ભય વડે ચપળ નેત્રવાળે થઈ તત્કાળ ત્યાંથી નાસી ગયે, અને લેકે પણ વિસ્મય પામી પોતપોતાને સ્થાને ગયા. ત્યારપછી વિશુદ્ધતાએ વિચાર્યું કે -" અરે ! ધિક્કાર છે મને, મેં આ નિરપરાધી તપસ્વીને ફેગટ પીડા ઉપજાવી. હું નથી જાણતી કે મારો પતિ ક્યાં ગયો ? હવે તે ફરીને મને મળશે કે નહીં ? તેને શિક્ષાવડે વશ કરીને હું ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવીશ એવો મારો મનોરથ અત્યારે વ્યર્થ થયે, લેકમાં મારી નિંદા થઈ અને પતિને પણ વિયોગ થયે, તેથી “હાથ દાઝયા, અને પુડલા મળ્યા નહીં.” એવું મારે થયું.” આ સર્વ વૃત્તાંત જે વિવિધ પ્રકારના વિચારોથી વ્યાકૂળ થયેલ મદન વિચાર કરવા લાગ્યો કે--“આવી ચેષ્ટાથી આ સ્ત્રીએ તે મારી પ્રથમની બન્ને સ્ત્રીઓને જીતી લીધી. અહો ! સ્ત્રીઓનાં ચરિત્રે જાણવાને ગીઓ પણ સમર્થ નથી. આવી સ્ત્રીઓને વિષે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust