________________ (24) જાનંદ વિના ચરિત્ર કલ્યાણલક્ષ્મીનું પાત્ર થાય છે. તે બન્નેનું દષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળો. - મદન અને ધનદેવનું દૃષ્ટાંત. આ જ ભરતક્ષેત્રમાં કુશસ્થળી નામના નગરમાં કામદેવ સરખા રૂપવાળે મદન નામને શ્રેષ્ઠી હતે. જેમ કામદેવને રતિ અને પ્રીતિ નામની સ્ત્રીઓ છે તેમ તે મદનને સ્વભાવવડે યથાર્થ નામવાળી ચંડ અને પ્રચંડા નામની બે સ્ત્રીઓ હતી. અનુક્રમે તે બન્ને પ્રેમનું સ્થાન થઈ હતી, પરંતુ પરસ્પર જેવા તેવા કારણે પણ અત્યંત કલહ કરતી હતી. પતિએ તેમને ઘણી રીતે વારી તે પણ બને કોપ અને અભિમાનને ઓછો કરતી નહતી, તેથી મદને પ્રચંડાને સમીપના બીજા ગામમાં રાખી. અને દિવસોને નિયમ કરીને તે મદન એકએકને ઘેર અનુક્રમે જવા આવવા લાગ્યું. એકદા કેઈપણ કારણને લીધે તે મદન પ્રચંડાને ઘેર એક દિવસ વધારે રહ્યો, અને પછી ચંડાને ઘેર ગયો. તે વખતે અનાજ ખાંડતી તેણીએ તેને આવતો જે. એટલે તરત જ “દુખ ! તને પ્રચંડા વધારે વહાલી છે તે અહીં કેમ આવ્યો?” એમ કહી ક્રોધથી તેની સન્મુખ મુશળ (સાંબેલું) ફેંકર્યું. તે જોઈ ભય પામેલો તે ત્યાંથી નાઠે. કેટલેક દૂર જઈ પાછું જોયું, ત્યારે તે મુશળને બદલે તેણે સર્પ એ. ફણાના આટેપે કરીને ભયંકર અને દોડતા આવતા તે સપને જોઈ તે મદન શીધ્રપણે નાશીને પ્રચંડાને ઘેર ગયો. તેને તેવી રીતે આવતે જોઈ તેણીએ પૂછયું કે “પ્રિય ! ભય અને શ્વાસથી વ્યાકુળ થઈ શીધ્રપણે અહીં પાછા કેમ આવ્યા?” ત્યારે તેણે ચંડાને વૃતાંત કહ્યો. તે સાંભળી તે બોલી-“તમે સ્વસ્થ થાઓ. એમાં કાંઈ ભય રાખવા જેવું નથી.” આ પ્રમાણે પ્રચંડાએ કહી તેને ધીરજ આપી. તેટલામાં મહા ભયંકર પેલે સર્પ તેણીના ઘરના આંગણામાં આવ્યું. તેને જોઈ ક્રોધ પામેલી તેણીએ પણ પોતાના શરીરનાઉદ્વર્તનથી ઉત્પન્ન થયેલા મેલના પિંડ (ગળીઓ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust: