________________ (244) જયાનંદ કેવળી ચરિત્ર. દાન અને ધનાદિક આશ્ચર્યકારક છે. વળી પ્રથમ હતો તે જ ભિલ આ બ્રાહ્મણ રૂપે છે કે બીજે કઈ આ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેની ખબર પડતી નથી. આની ચેષ્ટા ગહન છે. વળી બ્રાહ્મણીરૂપે આ શું તે જ વિજયસુંદરી છે કે બીજી કઈ છે? કળાવાનનું ચરિત્ર કણ જાણી શકે છે અથવા તો આ બને ગમે તે હો; પરંતુ આટલું તો જણાય છે કે ખરેખર કોઈ પણ કળા અને ભાગ્યના નિધાનરૂપ રાજપુત્ર અન્ય રૂપે વિજયસુંદરીને પરણેલ છે અને વિજયસુંદરી દિવ્ય નેત્રવાળી તેમજ સુખી થઈ છે. આ જ આપણને મોટા હર્ષની વાત છે. વળી આ બટુ અહીં જે વધારે વખત રહેશે તે જરૂર આગળનો વૃત્તાંત પણ તેનાથી જ જણાશે. તેથી એને કન્યા આપીને અહીં રોકી રાખો. તેમ કરવાથી આપણું પ્રતિજ્ઞા પણ પૂર્ણ થશે.” . . - આ પ્રમાણે વિચારી રાજાએ બટુને કહ્યું કે-“હે વિપ્ર! તારી કળા આ પૃથ્વી પર અપૂર્વ છે. આવી કળા અમે કોઈ ઠેકાણે જોઈ કે સાંભળી નથી. એક જ નાટ્યકળાથી તેં આજે સર્વ રાજ્યમાં મારા રાજ્યને વિજ્ઞાનની સંપત્તિમાં ઉન્નત સ્થિતિને પમાડયું છે. તે હેતેર કળાથી જગતને વાસિત કર્યું છે, તેથી માત્ર સેળજ કળાને ધારણ કરતો ચંદ્ર પણ તારી સદૃશ થઈ શકે તેમ નથી; તેથી હે મિત્ર ! તારે અહીં મારી પાસે જ રહેવું. સર્વ ઈષ્ટ વસ્તુના દર્શન કરતાં પણ તારું દર્શન મને અત્યંત ઈષ્ટ છે.” આ પ્રમાણે રાજાએકહેવાથી તેમનું વચન તે વિપ્રે અંગીકાર કર્યું. એટલે રાજા વિગેરે સર્વે હર્ષ પામી તેની કળાની સ્તુતિ કરતા પિતપતાને સ્થાનકે ગયા. ત્યારથી આરંભીને કમળા રાણ દિનપર દિન વધતા વધતા પ્રેમવડે તે બટની પ્રિયાને પુત્રીની જેમ પોતાની પાસે વિશેષ રાખવા લાગી અને તેણીની સાથે પ્રીતિપૂર્વક વાત કરવાથી એટલી બધી ખુશી થવા લાગી કે અમૃતરસના અને રાજ્યાદિકના લાભથી પણ તે તેટલી ખુશી થતી નહોતી. એકદા બટુનું નાટક જોઈ રંજિત થયેલી અને તેની જ પત્ની થવાને ઈચ્છતી કમળસુંદરી કન્યાએ પિતાની ધાત્રી માતાને P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust