________________ નવમે સર્ગ, (245) કહ્યું કે-“હે માતા.! હજુ સુધી રાજા મને તે બ્રાહ્મણને કેમ આપતા નથી? કેમકે સંપુરૂષે પ્રતિજ્ઞા કરેલા વિષયમાં વિલંબ કરતા જ નથી.” તે સાંભળી ધાવમાતાએ તે હકીકત રાજાને કહી. ત્યારે તે પણ પિતાના અભિપ્રાયને અનુસરતો પુત્રીને અભિપ્રાય જાણી અત્યંત હર્ષ પામે. . એકદા મંત્રી, સામત, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સર્વ સભ્યોથી શોભિત સભામાં સુવર્ણના સિંહાસન પર રાજા બેઠો હતે, તે વખતે સર્વ સભાસદોને માન્ય બ્રહ્મવૈશ્રવણ પણ સભામાં આવી રાજાને આશીષ આપી તેની પાસેના આસન પર બેઠે. તેને રાજાએ કહ્યું કે-“હે બ્રહ્મવૈશ્રવણ! રૂપવડે અપ્સરાઓને જીતનાર અને સમગ્ર ગુણવડે શોભતી મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, કારણ કે મારા પુત્રને સજ કરનારને મેં મારી પુત્રી આપવાની પ્રતિજ્ઞા કરેલી છે, પુરૂષની પ્રતિજ્ઞા પૃથ્વી અને મેરૂ પર્વતાદિકની જેમ ચલાયમાન થતી જ નથી.” તે સાંભળી બટું બોલ્યા કે-“મારે ઘરમાં રસોઈ કરનારી બ્રાહ્મણ છે, તેથી સામાન્ય માણસને વધારે પ્રિયાઓ કરવી યોગ્ય નથી. વળી મદનની કથા સાંભળીને કોણ મૂર્ખ બે પત્નીએ કરે?” ત્યારે રાજાએ પૂછયું કે-“તે મદન કોણ હતો?” એટલે બ્રાહ્મણે તેની કથા આ પ્રમાણે કહી - - જેમણે શુદ્ધ જ્ઞાન અને ક્રિયાવડે મેહ સાથેના યુદ્ધમાં જયલક્ષ્મી મેળવી ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષ્મીને મેળવી છે, તે સર્વને નમસ્કાર થાઓ. સર્વ પ્રાણુઓ સુખની પ્રાર્થના (ઈચ્છા) કરે છે, તો જે સુખ અક્ષય, ઉત્કૃષ્ટ, એકાંતિક, આત્યંતિક, નિરાબાધ અને નિરૂપાધિક હોય તેજ સુખ પ્રાર્થના કરવા લાયક છે. આનાથી વિપરીત જે કામથી ઉત્પન્ન થતું અલ્પ સમયનું આભાસમાત્ર સુખ છે, તેમાં મૂખ પ્રાણીઓ જ રમે છે પરંતુ તે સુખ ખરા પંડિતને માન્ય નથી. કારણ કે તે સુખ મુખ્યતાએ સ્ત્રીથી જ સાધી શકાય છે, અને સ્ત્રીઓ તો પ્રાયે કુટિલ, ફૂર તથા પરિણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન અને ધનદેવનું દષ્ટાંત છે. સ્ત્રીઓનું દુષ્ટ ચરિત્ર જોઈને જેઓ ભેગથી વિરામ પામે છે, તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust