________________ (178 ) જયાનંદ કેવળ ચરિત્ર. સ્વર વિગેરે સર્વ ચિન્હ પુરૂષની જેવાં જણાય છે; તેથી કોઈ પણ કારણને લીધે તેઓએ કૃત્રિમ સ્ત્રીપણું ધારણ કર્યું છે એમ હું ધારું છું.” આ પ્રમાણે નિશ્ચય કરી નેહથી વિકસ્વર થયેલી તે હસ્તે મુખે બોલી કે-“હે સ્વામી! તમે મારા પૂર્વ ભવના પતિ છે એમ મેં દેવીની વાણુથી જાણ્યું છે. જેમ તમે અકૃત્રિમ (સ્વાભાવિક) કળા, નેહ વિગેરે પ્રગટ કર્યા છે તેમ તમે તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરીને બતાવેલ અને મારા પર કૃપા કરો.” આ પ્રમાણેની તેણીની પ્રાર્થનાથી તથા રૂઢ થયેલા સ્નેહના વશથી ગુણલક્ષ્મીને અનુસરતું પોતાનું સ્વાભાવિક રૂ૫ તેણે પ્રગટ કર્યું. ઈદ્ર, કામદેવ અને અશ્વિનીકુમારના રૂપને પણ જીતનારૂં તેમનું રૂપ જોઈ રતિસુંદરી અદ્વૈત આનંદમય તથા રોમાંચિત શરીરમય થઈને બોલી કે-“આજે મારા પુણ્યને વૈભવ ફળીભૂત થયે અને નિરંતર પૂજેલા દેવતાઓ આજે મારાપર તુટમાન થયા કે જેથી લોકેના લોચનરૂપી ચકેર પક્ષીને આનંદ આપવામાં ચંદ્ર સમાન તમે મારા નેત્રોને અમૃતનું પાન કરાવનારા પ્રગટ થયા.” તે સાંભળી જયકુમાર બોલ્યા કે-“હે મૃગાક્ષી ! કાદવવાળા જળમાં અત્યંત ભમી ભમીને થાકી ગયેલ મારે મનરૂપી કલહંસ સૈભાગ્યરૂપી અમૃતની વાવ સમાન તારે વિષે આજે વિશ્રાંતિ પામ્યો છે.” - આ વૃત્તાંત દાસીના મુખથી જાણુને રતિમાલા પણ એકદમ તેની પાસે આવી. તે પણ કુમારને જોઈને હર્ષ પામી. તેણે તે બન્નેના લુંછણું લઈ વિવિધ ઉત્સવ કર્યો. પછી દાસીઓએ હર્ષથી રાજાને વધામણી આપી કે–દેવીએ કહેલો તમારી પુત્રીને પતિ આજે પ્રગટ થયો છે.” તે સાંભળી રાજાએ તેમને ઈચ્છિત દાન આપ્યું. પછી તેમના મુખથી સર્વ વૃત્તાંત જાણ હર્ષ પામેલા રાજાએ ઉત્સુકતાથી પિતાના સેવક મેકલી તે કુમારને આદર સહિત પોતાની પાસે બોલાવ્યું. રાજાએ બોલાવેલો કુમાર ત્યાં જઈ તેને નમસ્કાર કરવા ઉત્સુક થયો,તેટલામાં તો જગતને વિષે ઉત્તમ આકારવાળા તે કુમારને રાજાએ ઉભા થઈને પ્રીતિથી આલીંગન કર્યું. પ્રેમ, હર્ષ અને ઉત્સાહ એ સર્વ એકીસાથે હદયમાં નહીં સમાવાથી રાજાએ વચનના મિષથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust