________________ (234) જયાનંદ કેવળ ચરિત્ર. વ્યાધિ થયેલો છે. તેને તે સત્પરૂષ! શીઘ્રતાથી દૂર કર. હે મહાશય! તારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીવડે તું વિશ્વનો ઉપકાર કરવામાં એકનિષ્ઠાવાળે અને સમગ્ર શક્તિવાળે છે એમ હું માનું છું.” આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણ બે કે–“હે રાજન ! તમારે પુત્ર મને બતાવો. જે તેના વ્યાધિને હું સાધ્ય જાણીશ તે તેનો પ્રતિકાર કરીશ.” ત્યારે પ્રધાનાદિક સહિત રાજાએ તેને સાથે લઈ પુત્ર પાસે જઈને તેને દેખાડ્યો. તેને બરાબર નિપુણતાથી જોઈ માયાવિપ્ર બોલ્યો કે –“હે રાજન ! આ વ્યાધિ વિષમ છે, કેમકે મંત્રના બળવાળા ચૂર્ણથી થયેલ છે, તેથી કેવળ ઓષધવડે સાધી શકાય તેમ નથી. તો પણ પ્રયતથી મંત્ર અને ઔષધવડે તેને હું દૂર કરી શકીશ. માટે વિવિધ પ્રકારની મંત્રપૂજાની સામગ્રી મંગાવે.” રાજાએ તેના કહેવા પ્રમાણે સર્વ સામગ્રી તરતજ મંગાવી. પછી તે સ્થાન આડંબરને યોગ્ય જાણી, પડદાને આંતરે રહી, સર્વ માણસોને થોડે દૂર રાખી, મેટું મંડળ પૂરી, ચંદનના કાષ્ઠવડે અગ્નિ દેદીપ્યમાન કરી " જો નમો અને ગ્રો દો સિંચય નમો ઇત્યાદિ મંત્રને ઉચ્ચાર કરી ધ્યાન, મુદ્રા અને આસન સહિત તેણે કપૂર, અગરૂ અને પુષ્પાદિકવડે અગ્નિમાં હોમ કર્યો અને ચોતરફ બલિદાન ઉછાળ્યું. પછી મંડળની પાસે પડદામાં રાજપુત્રને ટેકા સહિત ઉભે રાખી મહિષધિના જળની ધારાવડે તેના હાથપગ સીંચીને તદ્દન સાજે કર્યો. પછી પડદે દૂર કર્યો, એટલે રાજા નજીક આવ્યો. તરત જ કુમારે ઉભા થઈ રાજાના પગમાં નમસ્કાર કર્યા. રાજાએ તેને તથા વૈદ્યને સ્નેહ સહિત ગાઢ આલિંગન કર્યું. પછી તે રાજા પુત્ર તથા વૈદ્યરાજ સહિત સુવર્ણના આસન પર બેઠો, પ્રધાનાદિક પરિવાર પણ સર્વ હર્ષ સહિત ત્યાં આ વિચિત્ર પ્રકારનાં અનેક વાજિંત્રો આકાશને ગજાવે તેમ વાગવા લાગ્યા. ગાયકે ઉંચે સ્વરે ગાવા લાગ્યા. મંગળપાઠકે મંગળ ભણવા લાગ્યા અને ચોતરફ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી. પછી હર્ષના ઉત્કર્ષથી કુમારની માતાએ ત્યાં આવી કુમારનાં લુંછણ લીધાં, બીજી પણ રાણાએ વર્યાપનમહોત્સવ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust