________________ (24) જયાનંદ વળી ચરિત્ર. વડે નૃત્ય કરીને તથા વિવિધ પ્રકારના અભિનય કરીને સર્વ સભાને ખુશી કરી. વીર પુરૂષનાં ચરિત્રોના અનેક પ્રકારે અભિનયે કરવાવડે નવે રસોનું પિષણ કરી તેણે સભાસદોને તન્મય કયોનાટકને અંતે રાજા વિગેરે સર્વેએ પ્રસન્ન થઈને ઘણું દાન આપ્યું, અને વિસ્મય પામી તેની કળાની અતિ પ્રશંસા કરી; પરંતુ તે બ્રહ્મ વૈશ્રવણે તેની ભ્રભંગાદિક કળામાં યથાસ્થાને ભૂલ બતાવી મુખ. મરડ્યું. પછી રાજાએ પોતાના રાજ્યના નટાદિકની સન્મુખ જોઈ કહ્યું કે--“મારા નગરમાં નાટ્યકળાવડે આ નટરાજને જીતે એ કઈ છે?” રાજ્યમાં નાટ્યકળા જાણનારા નટે ઘણુ હતા; પરંતુ તે સર્વે તેને જીતવાને અશક્ત હોવાથી નીચું મુખ કરીને રહ્યા. ત્યારે બ્રહ્મવૈશ્રવણ બે કે--“હે રાજન ! આ નટની પાસે શું કળા છે? જે તમે જોઈતે પરિવાર આપે તો હું તેને લીલામાત્રથી જીતી લઉં.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે--મારી આજ્ઞાથી નટાદિકના પેડામાંથી તમારી ઈચ્છામાં આવે તેવા સ્ત્રી અને પુરૂષ ગ્રહણ કરી નાટ્યકળા શીખે.” ત્યારે તે બોલ્યો કે- “આજથી સાતમે દિવસે હું એવું નાટક કરીશ કે જેથી તેને ગર્વ નષ્ટ થશે.” આવી તેની પ્રતિજ્ઞા સાંભળી તે પરદેશી નટ પણ સાતમે દિવસે ફરીથી ત્યાં આવવાની પ્રતિજ્ઞા કરી રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયા. - હવે તે બ્રહ્મવૈશ્રવણે નટાદિકના પડામાંથી પરીક્ષા કરી કરીને કેટલાક મહા મતિવાળા યુવાન પુરૂષ અને યુવાન સ્ત્રીઓને ગ્રહણ ક્ય. પછી પિતે શીઘ્રકવિ હોવાથી પોતાના ચરિત્રને કહેનારૂં નવું નાટક રચી તે સર્વને ભણાવી, તેની કળા પણ શીખવી. પછી સર્વ સામગ્રી એકઠી કરી, સાતમે દિવસે રાજાને જણાવી, સર્વોત્તમ નાટક કરવા હાજર થા. તે વખતે મોટા રંગમંડપમાં રાજાએ મોટા આસન પર બેસી રાજવગને, મોટા શ્રેષ્ઠીઓને અને રિજનેને બોલાવ્યા, તથા પેલા પરદેશી નટને પણ બોલાવ્યા. બાજુ ઉપર છિદ્રવાળા, પડદાની અંદર રાજાએ પોતાની બહેન, પોતાની રાણું અને પોતાની કન્યા વિગેરે સર્વ સ્ત્રીજનોને બેસાડ્યાતે છિદ્રમાંથી તેઓ પણ જેવા લાગ્યા. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust