________________ - નવમે સર્ગઃ . (23) પિતાના પિતૃકુળ સંબંધી સર્વ સ્વજનોને વાણવડે પ્રસન્ન કરી તે કમળા ભાઈને ઘેર સુખે કરીને રહી. ત્યાં તે બ્રહ્મવૈશ્રવણની બ્રાહ્મણરૂપ પ્રિયાને જોઈ જોઈને કમળાના હૃદયમાં સ્નેહ સ્કુરવાથી તે તેને પોતાની પાસે જ ઘણો વખત રાખતી હતી. તે બ્રાહ્મણે પોતાની માતાને ઓળખતી હોવાથી તેને પ્રેમવાર્તાવડે ખુશ કરતી હતી, પરંતુ તેની માતા કમળા તેણીને અન્ય રૂપે હોવાથી ઓળખતી નહોતી. - હવે જેણે પોતાના પુત્રનું સ્વરૂપ પ્રથમ કહ્યું હતું, તે નૈમિત્તિકને રાજાએ ગોરવ સહિત બોલાવી તેને ભાણેજની શુદ્ધિ પૂછી. ત્યારે તે નિમિત્તના વશથી બે કે-“તે પતિ સહિત મોટી ત્રાદ્ધિવાળી થઈ છે, અને સુખી આત્માવાળી તે કેટલેક કાળે અહીં જ તમને મળશે, આથી અધિક હું જાણી શકતો નથી.” તે સાંભળી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કરી પોતાની બહેનને તેણે કહેલ હકીકત કહી. તે સાંભળી તે પણ ખુશી થઈ. પછી રાજાએ સર્વ દિશાઓમાં વિવિધ દેશ, પુર, ગ્રામ, સરોવર, પર્વત અને વન વિગેરે સ્થળોમાં પોતાના ઉદ્યમી સેવકોને મોકલ્યા અને સર્વત્ર ગતિ કરનારા દૂતને રાજાઓના અંત:પુરને વિષે પણ મોકલ્યા. એ રીતે પ્રેમવડે સર્વ પ્રયત્નથી પિતાની ભાણેજની શોધ કરાવી, પરંતુ તેની શુદ્ધિ કયાંથી મળી શકી નહીં. “પાસે વસ્તુ રહી હોય છતાં જાણી ન શકાય એ છદ્મસ્થને વિષે રહેલા અજ્ઞાનને જ અપરાધ છે. અહીં “કોલધમી રાજાને શિક્ષા કર્યા વિના પ્રગટ નહીં થાઉં એવી પ્રતિજ્ઞા હોવાથી બ્રહ્મવૈશ્રવણે પણ રાજાને શોધ કરવાનો નિષેધ કર્યો નહીં. એકદા ત્યાં પોતાની કળાને અત્યંત ગર્વ ધારણ કરતો કઈ પરદેશી નટ પોતાને લાયક પરિવાર સહિત આ ; અને આ જગતમાં જે કંઈ કળાવાન મને નાટ્યકળામાં જીતે તેને હું દાસ થાઉં.” એ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ કરી અહંકારથી રાજદ્વારને વિષે પાણી મૂકયું. રાજાએ તેને કહ્યું કે-“એક વાર તું અમારી પાસે નૃત્ય કરી દેખાડ, જેથી તારી કળા અમે જાણી શકીએ. " ત્યારે તેણે સોય, ખર્ચ અને ભાલાના અગ્રભાગપર વિજ્ઞાનની લીલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust