________________ - " નવ સમ. * (237) વિવિધ પ્રકારના પુર, ગામ, નગર, ગિરિપલ્લી અને વનાદિક સર્વ ઠેકાણે પોતાના સેવકે મેકલ્યા; પરંતુ ઘણે દૂર સુધી જતાં અને ઘણી વખત ફરતાં પણ તેને પત્તે મળે નહીં ત્યારે રાજાએ પુત્રીપરના સ્નેહને લીધે ઘણા કાળ સુધી દુઃખી થઈ પિતાના તેવા કુકર્મને શોક કર્યો અને છેવટે કેટલેક કાળે શોક રહિત થયો. પછી પિતાની મોટી પુત્રી સુંદરીને પુરંદર પુરના રાજા નરસિંહને નરકુંજર નામને પુત્ર પિતાની સેવા માટે આવ્યો હતો તેના પર રક્ત થયેલી જાણી તેને આપી અને આનંદ સહિત તેને વિવાહ મહોત્સવ કર્યો. તેને ઘણે સત્કાર કર્યો. પછી સ્ત્રી સહિત તે પિતાને નગરે ગયે અને નવી પરણેલી સ્ત્રીની સાથે તે ઉત્તમ ભેગ ભોગવવા લાગ્યો. - અહીં કમળા રાણી, પુત્રી ને તેના પતિની બન્નેની શોધ ન મળવાથી પુત્રીના વિરહના દુઃખથી પીડા પામતી ચિરકાળ શેકમાં નિમગ્ન રહી. પુત્રીને આવી વિડંબના પમાડી તેથી રાજાપર અત્યંત ક્રોધવાળી રહી અને પુત્રી મળવાની આશાથી કેટલાક દિવસો તે હુએ નિર્ગમન કર્યા. જ્યારે ગીત, વાદ્ય અને નાટ્ય વિગેરેથી મને હર એવો સુંદરીને પાણિગ્રહણ મહોત્સવ પ્રારંભે, ત્યારે તે જઈ તથા સપત્નીને હર્ષ જોઈ પિતાની પુત્રીની કરેલી તેવા પ્રકારની વિડંબના તેને સાંભરી આવી. તેથી તેણીને અત્યંત ક્રોધ, ઈર્ષ્યા અને શેનું દુ:ખ તાજું થયું, એટલે તે ત્યાં રહેવાને અશક્ત થવાથી રાજાની રજા લઈ પોતાના પરિવાર સહિત શીધ્ર વાહનમાં બેસી પિતાના પિયર તરફ ચાલી; કારણ કે સ્ત્રીઓને સંકટમાં પિતાનું ઘરજ શરણભૂત હોય છે. અનુક્રમે પોતાના ભાઈ પદ્મપ્રભા રાજાને નગરે એટલે જ્યાં તેની પુત્રીને જમાઈ છે ત્યાં જ આવી. ત્યાં ઉદ્યાનમાં રહી દાસી સાથે પોતાનું આગમન પોતાના ભાઈને જણા વ્યું. બહેનને આવેલી જાણું રાજાએ અંત:પુર અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવી બહેનને હર્ષથી પ્રણામ કર્યા. ત્યારે ભાઈને આશીર્વાદ આપી તેના કંઠે વળગીને તે રેવા લાગી. રાજાએ તેણીને આશ્વાસન આપી, રૂદન નિવારી, આસન પર બેસાડી તેની હકીકતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust