________________ (26) જયાનંદ કેવળી. ચરિત્ર. રીતે દેશાદિકનો સ્વીકાર ભલે પછી કરજે, પરંતુ હાલ તમે ક્યાં રહે છે તે કહો.” ત્યારે તે વિપ્ર બોલ્યો કે “ભાડાથી ગ્રહણ "કરેલા વણિકને ઘેર હું મારી પ્રિયા સહિત રહું છું.” રાજાએ કહ્યું તો હવે તમારે રાજમહેલમાંજ આવીને રહેવું.” તેણે તે અંગીકાર કર્યું, એટલે રાજાએ તેના કહેવાથી તેની પ્રિયાને તેડી લાવવા માટે દાસીના સમૂહ અને વણાદિક વાજિત્ર સહિત સુખાસન મેકવ્યું. તેમાં બેસીને તે ત્યાં આવી. પછી તે સ્થાનથી સર્વ વસ્તુ મંગાવી લીધી અને બહુમાનપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પિતાના મહેલમાં ચિત્રશાળામાં રાખે. પછી પોતાના ભૂ પાસે તેની સ્નાન ભેજનાદિક સર્વ ક્રિયા કરાવી. આ રીતે રાજાના નૈરવથી પ્રસન્ન થયેલો તે વિપ્ર સુખેથી ત્યાં રહ્યો. ' એકદા તે કમળપ્રભ રાજ, ભગવતી રાણું અને બુદ્ધિમાન મંત્રીઓ સાથે વિચાર કરવા લાગ્યો કે–“આ બ્રાહ્મણ વૈદ્યને મોટે દેશ આપી શકશું; પરંતુ ગુણ છતાં એ બ્રાહ્મણને આપણું રાજકન્યા શી રીતે આપવી ? ભિક્ષાચરના કુળમાં ઉત્પન્ન થયેલ વિપ્ર રાજકન્યાને લાયક કેમ હોય ? " તે સાંભળી મંત્રીઓ બેલ્યા કે- હે રાજેન્દ્ર ! રાજાને ઉચિત લક્ષણેથી અને શૈર્યવૃન્યાદિક ગુણે ઉપરથી તે વિપ્રમાત્ર સંભવતો નથી, તેથી હે સ્વામી ! એને કમળસુંદરી કન્યા આપવી એગ્ય છે; કારણકે સફળ વાણીવાળા રાજાએ કદાપિ પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. બાકી તો કન્યાના જેવા ભાગ્ય. અમારે મત તો એ છે, છતાં આપની ઈચ્છા વિશેષ પ્રમાણ છે.” રાણીએ પણ સત્ય અને ન્યાયને અનુસરતું તેમનું વચન અંગીકાર કર્યું. : . . . . . . : -..અહીં પદ્દમપુર નગરમાં પદુમરથ રાજાએ સહસાકારે ક્રોધવડે પિતાની પુત્રી અજાણ્યા ભિલલને આપી, ત્યારપછી રાણુના અને મંત્રીઓનાં વચનથી તેને અત્યંત પશ્ચાત્તાપ થયે, તેથી પ્રાત:કાળે પિતાના સેવકો દ્વારા સમગ્ર ભિલ્લાદિકના સ્થાનમાં તે બનેની શોધ કરાવી, પરંતુ તે ભિલ્લને અથવા પુત્રીનો કઈ પણ સ્થાનકે પત્તો લાગ્યું નહીં. ત્યારે રાજાએ તે બન્નેની શોધને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust