________________ નવમો સગે. (235) પછી અદ્વૈત હર્ષયુકત થયેલ રાજાએ તે માયાવિપ્રને કહ્યું કે“અહો ! અમારા મહા ભાગ્યને સમૂહ ઉદય પામે, કે જેથી તમારે અમને મેળાપ થયો. અહ! તમારૂં મંત્રવાદીપણું ! અહ! તમારી ઔષધિને અદ્ભુત મહિમા ! અહા ! તમારું પરોપકારીપણું! અને અહે! તમારી વાણીનું સૌભાગ્યપણું મારૂં સર્વ રાજ્ય આપી દેવાથી પણ તમારા ત્રણ રહિત અમે થઈ શકીએ તેમ નથી. તે પણ હે દ્વિજપતિ! પ્રસન્ન થયેલા અમે શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છીએ છીએ; અને તે એ કે હે નત્તમ! મારે એક દેશ તમારી ઈચ્છામાં આવે તે ગ્રહણ કરે.” રાજા આ પ્રમાણે કહેતા હતા, તેટલામાં રાજપુત્રની માતાએ , અમૂલ્ય વસ્ત્ર તથા આભરણે લાવી તેની પાસે મૂક્યા. તે જ રીતે બીજા પ્રધાનાદિક સર્વ જને પણ રતનાં અલંકારો અને વસ્ત્રો તેને આપવા માટે લાવ્યાં. તે સર્વમાંથી કાંઈ પણ ગ્રહણ કર્યા વિના તે માયાવિપ્રે રાજાને કહ્યું કે -" રાજેદ્ર! પુણ્યરૂપી દ્રવ્યની વૃત્તિવાળા સત્યરૂષ ઉપકાર કર્યા પછી તેના પુણ્યને છેડીને શું બીજું કાંઈ પણ ગ્રહણ કરે? વળી ચિકિત્સાદિકથી ઉપાર્જન કરેલું પહેલેથી જ નિર્વાહ જેટલું ધન મારી પાસે છે, તે પછી આ અધિક દ્રવ્યનું મારે શું પ્રયોજન છે? તે તે લેભની વૃદ્ધિ કરનારૂં છે. ઘણું લાભથી લભ દૂર થતું નથી પણ ઉલટે વધે છે, માટે માત્રા રહિત એવા લાભને છોડીને માત્રાધિક એવા લેભને ભજ નહીં. વળી હે રાજન ! સંતોષવડે જ હું મારા આત્માને સુખ આપું છું; કેમકે સંતોષથી ઉત્પન્ન થયેલા સુખવડે દેવેંદ્રના સુખને જીતાય છે. તેમજ બ્રાહ્મણની ધર્મક્રિયામાં વિદ્ધ કરનાર દેશ લેવાનું પણ મારે શું પ્રયોજન છે? તે પણ હે રાજન! સમય આવે તે બાબતમાં પણ હું વિચાર કરીશ. સર્વ લોકને હર્ષ આપના રાજારૂપી તીર્થનું મને દર્શન થયું, અને પરોપકાર કાર્ય પણ મેં કર્યું, તે તેથી વધારે હું શું ઈચછું?” આ પ્રમાણેની તેની વાણુ વડે તેને સુજ્ઞ જા. ણીને અને તેવા પ્રકારના દાન અને અલંકારાદિકમાં બતાવેલી નિઃસ્પૃહતાથી તેને અતિ ધનાઢય જાણુને રાજાએ કહ્યું કે –“ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust