________________ : નવમે સર્ગઃ - (ર૩૩) વૈધે આ સરળતા કરી આપી છે.” રાણીએ પૂછયું-“તે વૈદ્ય કયાં છે?” તેણીએ કહ્યું-“રાજમાર્ગમાં છે.” રાણેએ પૂછયું તે મારા પુત્રને સાજો કરવા શક્તિમાન છે કે નહીં?” દાસી બોલી આખા જગતમાં તેવું સામર્થ્ય કઈ નથી કે જે આનામાં ન હેય, અર્થાત્ તે બધી જાતના સામર્થ્યવાળો છે. તે સાંભળી રાણીએ શીધ્રપણે રાજા પાસે જઈ તે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તત્કાળ રાજાએ પણ હર્ષ પામી પ્રધાનને મોકલી તેને બોલાવ્યા. પ્રધાનેએ બહુમાનથી તેને રાજસભામાં આવવા વિનંતિ કરી, એટલે ઔષધિની ગાંસડી સહિત યોપવિત આદિ બ્રાહ્મણના ચિન્હને ધારણ કરનારા તેણે રાજસભામાં આવી રાજાને હર્ષથી આશીર્વાદ આપે કે-“હે સ્વામી! પ્રકૃતિને અનુકૂળ પડે તેમ હિત, મિત અને પકવ (પચ્ચ) ભજન કરનાર, પ્રાત:કાળે કસરત કરનાર, રાત્રે ડાબે પડખે સુનાર તથા સ્ત્રીસેવા, વાયુ, મળ અને મૂત્રરૂ૫ શલ્યને ત્યાગ કરનાર તમે વ્યાધિના સમૂહની જેમ શત્રુસમૂહને જય કરે.” આવી રીતે વૈદ્યકશાસ્ત્રના તત્ત્વની વાણવાળી આશીષવડે તેને શ્રેષ્ઠ વૈદ્ય જાણું રાજાએ બહુમાનથી સુવર્ણના આસન પર બેસાડ્યો. પછી તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કેણ છે? હે બુદ્ધિના નિધાન ! તું કયાંથી આવે છે અને લોકોના ભાગ્યથી પોતાના નિવાસવડે કયું નગર તું સુખી કરે છે?” તે બોલ્યો કે-“બ્રાહ્મણ છું. પર્વતની પલ્લીમાં વસું છું. મારા પિતા વૈદ્ય હતા, તેમના ઉપદેશથી વિવિધ પ્રકારની ઔષધિઓના સ્વરૂપને જાણું છું. તે ઔષધિઓ માટે વિવિધ પર્વત અને વનાદિકમાં ભમી ભમી તેને સમ્યફ પ્રકારે ઓળખી મેં અનેક ઔષધિઓનો સંગ્રહ કર્યો છે. તેવડે લેકેને સાજા કરતા અને પરેપકાર કરવામાં કેતકી હું પુર ગ્રામાદિકમાં ભમતો ભમતો સ્વર્ગને જીતે એવી લક્ષ્મીવાળા આ તમારા નગરમાં આવ્યો છું.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે– “હે સજન! “પપકાર કરવામાં કેતુકી” એવું વચન તું બોલ્યા, તે શીધ્રપણે સત્ય કર. મારા પુત્રને ગાત્રસંકેચ નામને મહા 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust