________________ આઠમા સર્ગ.. (27) આધીન છે. પ્રીતિમતીને ઘેર ભોજન કર્યા પછી આ વિકાર થયેલે હોવાથી તથા તેની તેવા પ્રકારની ચેષ્ટાથી કુમાર અને તેના માતાપિતા પણ તેણીને વિષે જ શંકાવાળા થયા. ... ત્યારપછી તે કમલપ્રભ રાજાએ કુમારની અવસ્થા વિષે કે ઈ. નૈમિત્તિકને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે “કોઈ સ્ત્રીએ દુષ્ટ ચૂર્ણ આપી આ દેષ ઉત્પન્ન કર્યો છે, પરંતુ કોઈ દિવ્ય ઓષધિના પ્રયોગથી આ કુમાર નીરોગી થશે, બીજા ઔષધાદિકેવડે આ વ્યાધિ અસાધ્ય છે.” તે સાંભળી રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી કોઈ દાસીએ રાજાને પ્રીતિમતી અને કાપાલિકીના સંબંધની વાત કહી, તે જાણું રાજાએ સેવકો પાસે તે કાપાલિકીને બોલાવી અત્યંત તાડના કરાવી. ત્યારે તેણીએ ચૂર્ણ આપ્યું હતું તે સંબંધી સર્વ હકીકત સત્ય કહી આપી. તે સાંભળી રાજાએ ક્રોધથી પ્રીતિમતીને ધિકાર કરવાપૂર્વક કાઢી મૂકી, એટલે તે દુઃખી થઈ પોતાના પિતાને ઘેર ગઈ. ત્યાં પણ લોકોના વિવિધ પ્રકારના તિરસ્કારને પામી. મહા ઘોર પાપ આભવમાં અને પરભવમાં અતિ કટુક ફળ આપનાર થાય છે.” નિબુદ્ધિ માણસ જે ધનભેગાદિકની ઈચ્છાથી પાપ કરે છે તે ધનાદિક તેને પ્રાપ્ત થાય અથવા ન થાય; પરંતુ પાપથી ઉત્પન્ન થયેલી આભવ અને પરભવ સંબંધી પીડા તો અવશ્ય પ્રાપ્ત થાય છે. રાજા, પરિવાર અને પુરજને પરસ્પર કહેવા લાગ્યા કે “અહો ! સ્ત્રીઓના હૃદયનું દુષ્ટપણું અને સાહસિકપણું કેટલું બધું છે ? ધિક્કાર હો તેમને કે જેઓ આ લેક સંબંધી સુખના લેશમાં લુબ્ધ થઈને એવુ " પાપકર્મ કરે છે કે જેથી તેઓ નરકની મહાવ્યથાને પામે છે.” પછી કનકપ્રભ રાજાએ વિચાર કર્યો કે-કદાચ પરદેશમાં કોઈ તેવો ઉત્તમ પુરૂષ મળી આવશે કે જે આ મારા પુત્રને સાજો કરશે.” એમ વિચારી “જે કોઈ મારા પુત્રને સાજો કરશે, તેને હું એક દેશ સહિત મારી કમળસુંદરી કન્યા આપીશ.” આ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પડહ વગડાવીને સર્વત્ર જાહેર કરી; અને પછી પણ ચાતરફ આવો પડહ પખવાડીએ પખવાડીએ ત્રણત્રણ દિવસ વગડાવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust