________________ (226) જયાનંદ કેવળી ચરિત્ર. તેવું કાર્ય છે. જે ખાવાથી હાથ પગને તંભિત કરે છે એવું આ ચૂર્ણ તું ગ્રહણ કર. તે તારા વૈરીને ભેજનમાં આપજે; તેથી તારા સ્વાર્થની સિદ્ધિ થશે.” તે સાંભળી તેનો પ્રસાદ માનતી હર્ષ પામેલી રાણીએ તે ચૂર્ણ ગ્રહણ કરી તેણીને સત્કાર કર્યો, એટલે તે કાપાલિકી હર્ષ પામી પોતાને સ્થાને ગઈ. ત્યારપછી તે પ્રીતિમતા માયાવડે સપત્ની ઉપર તથા તેણીના પુત્ર ઉપર તેમને વિશ્વાસ પમાડવા માટે અધિકાધિક સ્નેહ દેખાડવા લાગી. એકદા કેઈ પર્વનો દિવસ આવ્યો. તે દિવસે પ્રીતિમતીએ ભગવતીને પુત્ર સહિત સ્નેહયુક્ત વાણીવડે પિતાને ઘેર ભેજન કરવા નિમંત્રણ આપ્યું. ત્યારે વિશ્વાસુ અને સરલ સ્વભાવવાળી તે ભગવતી તેને ઘેર ભેજન કરવા ગઈ. તેણીને સુવર્ણના આસન પર બેસાડી, તેજ પ્રમાણે તેના પુત્રને પણ બેસાડ્યો. પછી બહુમાન અને ભક્તિથી પ્રીતિમતી રાણીએ વિધિ પ્રમાણે તે બન્નેના ભેજનને લાયક સર્વ કાર્ય કર્યા. પછી તેણીએ ભગવતીના પાત્રમાં મનને પ્રસન્ન કરે તેવા મેદક પીરસ્યા અને તેના પુત્રને કાપાલિકીએ આપેલા ચૂર્ણથી મિશ્રિત કરેલા મેદક પિરસ્યા. તે મોદક તથા બીજી પણ અમૃતતુલ્ય સ્વાદવાળી રસવતી જમીને તે બને તૃપ્ત થયા. પછી પ્રીતિમતીએ તેમને વિવિધ વસ્ત્ર અને અલંકાર આપી સત્કાર કર્યો. તે લઈ તેઓ પોતાને મહેલે આવ્યા. ત્યારપછી તે ચૂર્ણના પ્રભાવથી અનુક્રમે વિજયસૂર કુમારના હાથ પગ ખંભિત થવા લાગ્યા. તેથી તે કુમાર હાથવડે કાંઈપણ કરવાને તથા પગવડે એક પણ ડગલું ચાલવાને અશક્ત થઈ ગયો. “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” આ પ્રમાણે થવાથી તે કુમાર, તેની માતા અને રાજા પણું વ્યાકૂળ થયા અને વૈદ્યાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાય કરાવવા લાગ્યા. એક પ્રીતિમતી વિના સર્વ પરિવાર અને પ્રજાવર્ગ વિગેરે ખેદ પામ્યા, અને પોતપોતાના વૈદ્ય કહેલા ઉપચાર કહેવા લાગ્યા. માંત્રિક અને વૈદ્ય વિગેરે અનેક પ્રકારના ઉપચાર કર્યા, તેં પણ તેને કાંઈપણુ ગુણ લાગ્યો નહીં; કારણ કે ગુણ થવો કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust