________________ (રર) જયાનંદ કેવળી ચરિત્ર. સ્કુટ કેઈ અપરાધ દેખાતો નથી, કે જેને તે પોતે પણ કબૂલ કરે. તેથી અવસરે અપરાધ પામીને તેને અત્યંત શિક્ષા કરીશ, જેનધર્મની બંધ કરીશ અને એનું નાસ્તિકપણું દૂર કરીશ. સત્પરૂષને પરોપકારથી બીજું કાંઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી, અને ધર્મદાનથી અધિક બીજે કઈ ઉપકાર નથી. તેથી હે પ્રિયા ! આ વિનનિવારિણું ઓષધિથી રક્ષણ કરાયેલી તે સર્વ ભયથી રહિત થઈને અહીં જ ક્ષણવાર રહે, અને મેં ગુપ્ત સ્થાને રાખેલે પત્યેક તથા મારા આભરણે વિગેરે તથા નગરમાંથી તારે લાયક વસ્ત્રો અને અલંકારો વિગેરે હું લઈ આવું.” તેણીએ “બહુ સારૂં” એમ કહ્યું, એટલે તે મહેષધિ તેણીને આપી કુમાર પર્વત પરથી પલંક તથા અલંકારાદિક લઈ નગરમાં ગયો. ત્યાં ચોટામાં કોઈ મહેશ્યની દુકાને જઈ તેની પાસે ઈષ્ટ મૂલ્યવડે વસ્ત્ર તથા આભરણે માગ્યાં. તે વખતે રત્ન સ્વરૂપ નામના વણિકે બમણુમૂલ્યોવડે લોભથી તેને માગ્યા પ્રમાણે વસ્ત્રાદિક આપ્યાં. પછી પિતાની પ્રિયાને માટે સર્વ અંગના અલંકારો માગ્યા, ત્યારે તેણે નવા સર્વ અલંકારે આપ્યા. “દ્રવ્યથી શું સિદ્ધ ન થાય?” પછી તે સર્વ લઈ શીધ્રપણે દેવકુળમાં આવી હર્ષથી કુમારે હર્ષ પામેલી પત્નીને તે સર્વ પહેરાવ્યાં. પછી પત્ની સાથે તે પયંક ઉપર સુખનિદ્રાવડે રાત્રિ નિર્ગમન કરી પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્ત કુમારે ચાલવાની ઈચ્છા કરી. તે વખતે પ્રિયાએ પૂછયું કે-“હમણાં આપણે કયાં જઈશું?” તે બોલ્યા–“જ્યાં તારા જેવી રતિસુંદરી નામની મારી અભીષ્ઠ પ્રિયા છે, તે રત્નપુરમાં આપણે જઈશું.” ત્યારે તે બોલી કે “હે સ્વામી! પરોપકાર કરવામાં જ રત એવા તમારે લાયક કાંઈ કાર્ય મારે તમને કહેવું છે તે સાંભળો. * : " કમળપુરી નામની નગરીમાં કમળપ્રભ નામે રાજા છે. તે મારા મામા થાય છે. તેની પહેલી પ્રિયા પ્રીતિમતી નામની છે. તેણીને જયસૂર નામનો પુત્ર છે. તે ક્રૂર, અન્યાયી, દુર્ભાગ્યવાળે, કના વશથી કાંઈક વ્યાધિગ્રસ્ત અને અપ્રિય વચન બોલનારે છે. બીજી ભેગવતી નામની રાણું છે. તે સુંદર રૂપવાળી, શુભ ભાગ્યવાળી, સ્વામી પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust