________________ (રરર) જયાનંદ કેવળી ચરિત્ર. રાને પણ જીતનારી તને હું ભિલ્લ કેમ વટલાવું અને તારે જન્મ નિષ્ફળ કરીને હું કેમ પાપ ઉપાર્જન કરૂં? શિરીષ પુષ્પ જેવી કેમળ અંગવાળી તું સૂર્યના કિરણો વડે પણ સ્પર્શ કરાયેલ નથી, તે તું દુર્ગમ પર્વતના શિખર પરથી કાકને ભારે શી રીતે વહન કરીશ? તેથી તું તારા પિતા પાસે પાછી જા. તેને રેષ હવે શાંત થયા હશે. “માતપિતાને પોતાના સંતાનપર ઘણે કાળ રોષ રહેતા નથી' એમ કેમાં પણ સંભળાય છે. લોકોના અપવાદથી પશ્ચાત્તાપ પામેલે, તારી માતાએ શાંત કરેલ અને તારા વિયેગના દુઃખથી પીડા પામેલે તારે પિતા તને જોઈ હર્ષ પામશે, અને સ્નેહ સહિત પોતાની અપરાધ ખમાવીને તને કઈ રાજપુત્રાદિક એગ્ય વરસાથે ઉત્સવ સહિત પરણાવશે. મને તો માત્ર હસ્ત ગ્રહણ કરવાવડે જ તું પરણી છે, તેથી મારી આજ્ઞાવડે જતાં તને કાંઈ પણ દેષ લાગશે નહીં, તો તું ચાલ, તને હમણું ગુપ્ત રીતે રાજમંદિર પાસે મૂકી જાઉં. અત્યાર નિર્જન રાજમાર્ગમાં કઈ પણ તને દેખશે નહીં, તેથી લજજાનું કારણ પણ નહીં થાય અને પછી હું કઈ પણ નહીં જાણે એ ઠેકાણે જતો રહીશ.” આવું તેનું વચન સાંભળી ખેદ પામેલી તે ગદગદ વાણીએ બોલી કે “હે સ્વામિન ! આવું વાઘાત જેવું વચન કેમ બોલે છે ? સતીઓ સતીપણાથી વિપરીત એવી વાણીને સાંભળી પણ શકતી નથી. ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓ એક જ વાર અપાય છે.” આવું તેણીનું વચન સાંભળી કુમાર હર્ષથી વ્યાપ્ત થયે, અને બેલ્યો કે-“હે ભદ્ર! હું ક્ષત્રિયપુત્ર છું. કળા, વિજ્ઞાન અને વિદ્યા વિગેરે ભણવા માટે તથા કૌતુક જોવા માટે વિવિધ દેશોમાં ભમતાં મેં કઈ ઠેકાણેથી કળાને સમૂહ પ્રાપ્ત કર્યો છે, કોઈ ઠેકાણેથી વિચિત્ર મહિમાવાળી ઔષધિઓ પ્રાપ્ત કરી છે, તથા કઈ ઠેકાણેથી આરાધેલ દેવતા પાસેથી આકાશગામી એક પયંક પણ પ્રાપ્ત કર્યો છે. તેની ઉપર આરૂઢ થઈ એકદા ગિરિ અને નગરાદિક જેતે તો રત્નપુર નગરે ગયે હતું. ત્યાં હું રતિસુંદરી નામની રાજકન્યાને પરણ્ય અને રાજાએ આપેલા મહેલમાં પ્રિયા સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust