________________ (184) જયાનંદ કેવળી ચરિત્ર. પહેલાં દેવગૃહમાં બે, ઔષધિઓ જ હશે. તેમાંથી જે ઔષધિ કાંઈ પણ નહીં આપતી હોય તે જ મેં દુર્ભાગ્યથી પ્રથમ જોઈ અને ગ્રહણ કરી, તથા સત્ય વચન બોલનારી અને માગ્યા કરતાં બમણું રત્નને આપનારી જે બીજી ઔષધિ હશે તે મેં ભય અને ઉત્સુકતાને લીધે જોઈ જ નહીં, તેથી તે ઔષધિ એને વિશેષ પૂજાને લીધે હમણું ઘણું રત્ન આપે છે એમ જણાય છે, તેથી કરીને જ ગયેલી ઔષધિ શોધવામાં તેને કાળજી જણાતી નથી. તો હવે કોઈ પણ ઉપાયથી આ બને ઔષધિને પરાવત (અદલે બદલે) મારે કરે એગ્ય છે. ચિંતામણિને લાભ થાય તેમ હોય તો કાંકરે લઈને કણ ખુશી થાય?” આ પ્રમાણે નિશ્ચય કરી એકદા તેણુએ અવસર જોઈ કુંચી લઈ દેવગૃહ ઉઘાડી તે બને ઔષધિને અદલે બદલે કરી પ્રથમની જેમ હતું તેવું કરી દીધું. કુમાર પણ તે સત્ય ઔષધિથી પ્રથમની જેમ રત્નો પ્રાપ્ત થવાથી તે માત્ર વાક્ષટુ અસત્ય ઔષધિને પણ વખત આવે પાછી લઈશ” એમ વિચારી આનંદ પામ્યો. રતિમાલા ગણિકાએ તે અસત્ય ઓષધિની પૂજા કરી તેની પાસે ધન માગ્યું. પરંતુ સાધનાદિક વિધિ નહીં થવાથી તે ઔષધિ કાંઈબલી પણ નહીં, અને તેણે કાંઈ આપ્યું પણ નહીં. તે પણ વાણી સાંભળીને જ પ્રત્યક્ષ રીતે તેને વિશ્વાસ આવેલ હોવાથી આની વિધિમાં જ ન્યૂનતા છે એમ ધારી તેણીએ તે ઔષધિ પાછી મૂકી દેવાની ઈચ્છા કરી નહીં. હવે તે સાસુ મુખને આકાર (ચેષ્ટા) ફેરવ્યા વિના જ જમાઈને ગેઝીમાં વાતચિતવડે પ્રસન્ન કરવા લાગી. “ધૂત માણસ ધૂર્તતાથી જ ઠગવા ધારે છે.” એકદા પ્રીતિથી પરસ્પર વિવિધ પ્રકારની વાત ચાલતી હતી, તેમાં તેણુએ કુમારને પૂછયું કે--“હે વત્સ! તું કળા વિગેરે. શું શું જાણે છે? " તે બોલ્યો કે –“હે માતા ! હું ઘણા પ્રકારની ઔષધિઓ, સમગ્ર ઉત્તમ કળાઓ, વિચિત્ર પ્રકારના મંત્ર અને સર્વ વિજ્ઞાન જાણું છું. તેમાં એક મંત્ર મારી પાસે એ છે કે તેને વિધિ સારી રીતે કરવાથી કુરૂપી સ્ત્રી પણ અત્યંત રૂપવાળી, સૌભાગ્યવાળી અને નિત્ય યુવાવસ્થાવાળી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust