________________ આઠમે સંગે. (185) છે.” તે સાંભળી તે બોલી કે “જો એમ હોય તો તું મને એવી રૂપવાળી કર, કે જેથી હું રાજાને માન્ય થાઉં, અને સપત્નીઓના ગર્વને હરણ કરૂં. સ્ત્રીઓને વિષે આથી બીજી મોટાઈ કાંઈ પણ નથી.” ત્યારે કુમારે કહ્યું કે જે એવી ઈચ્છા હોય તો પ્રાત:કાળે મસ્તક મુંડાવી મુખ ઉપર મેશ ચોપડી ઉપવાસ કરીને આ મંત્ર જપવાને છે “સ વુડપુડુ કુદવુ સ્વાહા.” ત્યારપછી કુમારના કહેવાથી હર્ષ પામેલી રતિમાલા તેના કહેવા પ્રમાણે કરી સાયંકાળે તેની પાસે આવી. કુમારે પણ બહારને આડં. બર કરી ઔષધિના પ્રભાવથી તેણીને ભુંડણ કરી. પછી તેને સાંક- ' ળવડે થાંભલે બાંધી કહ્યું કે--“હે પાપિણી ! મારી ઔષધિ લઈને ઉલટી તારી પુત્રી પર દોષને આરોપ કરતી હતી, તે હવે ચેરીનું , ફળ ભેગવ.” એમ કહી ક્રોધથી તેને દંડવડે અત્યંત મારી; તેથી તે અત્યંત રેવા લાગી, અને દીન ચેષ્ટાવડે દયા ઉપજાવવા લાગી. આ પ્રમાણે બે દિવસ ગયા પછી પ્રિયાનાં વચનવડે કુમારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ, તેથી અને તેણે લીધેલી ઔષધિ પાછી આપવાનું અને ફરીથી ચેરી નહીં કરવાનું તેણે અંગીકાર કરવાથી તેને મૂળરૂપે કરી. પછી તે રતિમાલાએ તેની ઔષધિ પાછી આપી અને પુત્રી તથા જમાઈને ખમાવ્યા, એટલે તે બન્નેએ પણ ખમાવ્યા. પછી તેણીએ તેમને ઘેરજ ભેજનાદિક કર્યું. એકદા કુમારે રતિમાળાને પરિણામે હિતકારક એવો ઉપદેશ આ કે--“હે માતા! તમને પૂજ્યને પણ મેં વિડંબના કરી, તે મારે અપરાધ તમે ક્ષમા કરજે. તમને પ્રતિબંધ કરવા માટે જ મેં તમને મોટી આપત્તિમાં નાંખ્યાં હતાં કે જેથી કરીને આ ભવમાં પણ ચેરીનું ફળ પરિણામે બહુ દુષ્ટ પ્રાપ્ત થાય છે એમ તમે જાણો, અને પરભવમાં ઘર નરક, દર્ભાગ્ય અને નિર્ધનતા વિગેરે પ્રાપ્ત થાય છે તેની પણ ખબર પડે. અને એ પ્રમાણે ચોરીનું ફળ જાણીને કેણ બુદ્ધિમાન તેની ઈચ્છા માત્ર પણ કરે? અર્થાત્ નજ કરે, એવો 24 ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust