________________ (12) જ્યાનંદ કેવળી ચરિત્ર. તે સાંભળી કઠીઆર બાલ્યો કે “રાજા ક્યાં અને હું કયાં ?' મારે રાજસભામાં આવવાનું શાનું હોય? જે તમારે કાષ્ઠનું પ્રોજન હોય તે તે લઈને મને મુક્ત કરે.” ત્યારે તેઓ બોલ્યા કે-“હે ભદ્ર! તું ભય ન પામ. તારું જ કામ છે, માટે તું ચાલ. રાજા તારાપર પ્રસાદ કરશે” તે સાંભળી તે તેમની સાથે ચાલ્ય. તેઓએ તત્કાળ સભામાં લઈ જઈ તેને રાજાને દેખાડ્યો. તે ભિલ પણ રાજા પાસે કાષ્ઠને ભારે ભેટ કરી ઉભો રહ્યો. રાજાએ તેને પૂછયું- “તું કોણ છે? તારું નામ શું છે? અને તું ક્યાં રહે છે?” તે બે -“દરિદ્ર જનેમાં અગ્રેસર એ હું પિઠર નામને ભિલ છું. ઘર વિગેરે કાંઈ ન હોવાથી પબ્રકૂટ પર્વતની ગુફામાં રહું છું, અને હમેશાં નગરમાં આવી કાષ્ઠને ભારે વેચી આજીવિકા ચલાવું છું.” રાજાએ કહ્યું કે “હે ભદ્ર! મારા નગરમાં તું એક જ કેમ દુઃખી છે? હું મારા કોઈ પણ નગરવાસીનું દરિદ્રપણું સહન કરી શકતા નથી. તે બે-“સ્વર્ગ જેવા પણ આ નગરમાં હું મારા કર્મવડે જ દુઃખી છું તળાવ જળથી ભરેલું હોય તે પણ શું ચાતક તરસ્યો નથી રહેતું?” રાજા બે -“હે કાષ્ટવાહક! જે તારી ઈચ્છામાં આવે તે તું માગ.” તે બે -“હું કાષ્ટ વેચીને ઉદરપૂર્તિ જેટલું ધન ઉપાર્જન કરૂં છું. પોતે ઉપાર્જન કરેલું ધન પણ માણસોને ભાગ્યથી અધિક હોય તે તે રહેતું નથી. ચાતકે પીધેલું પાણું પણ શું ગળાના છીદ્રવડે જતું રહેતું નથી? તે હે રાજન ! તમે તુષ્ટમાન થયે સતે હું ધનાદિક કાંઈ માગતું નથી, પરંતુ મારે રાંધનારી કેઈ નથી, તે મને આપે.” તે સાંભળી રાજાએ કહ્યું-“હા આપું છું.” એમ કહી પિતાની વિજયાસુંદરી નામની પુત્રીને બોલાવી કહ્યું કે-“હે પુત્રી! જે જિનધર્મથી * સુખ થતું હોય, તો તે ધર્મ તારી પાસે ઘણે છે, તે સુખે કરીને તું સુખ ભેગવ, અને આ ભિલ વરને તું વર. આ નગરમાં આ બીજે વર પાસે દુર્લભ છે. સુખ આપનાર ધર્મ જાગૃત સતે આ ભિલથી પણ તને પૂરું સુખ મળશે; કેમકે ધર્મ સિવાય બીજા સાધનને વેગ થાય છે, ત્યારે આ સુખ ધર્મથી મળ્યું છે કે બીજાથી મળ્યું છે? એવો તેના અનુભવમાં સંશય થાય છે. તે સાંભળી ખેદ પામ્યા વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust