________________ - આઠમો સર્ગ, (13) તે રાજપુત્રી બોલી કે-“પિતાજી! મને જે આદેશ આપશે તે હું અવશ્ય કરીશ; કેમકે કુળબાળાને તે જ ધર્મ છે.” પછી તે ભિલને અત્યંત કુરૂપ જોયા છતાં પણ પૂર્વભવને સ્નેહ જાગૃત થવાથી તે રાજકન્યા તેના પર અત્યંત નેહવાળી થઈ, તે ભિલરૂપધારી કુમાર પણ તેણીને વિષે રાગવાળે થયે. રાજપુત્રીએ તરત જ તે ભિલની પાસે જઈ તેને અતિ કર્કશ હાથ પોતાના હાથવડે ગ્રહણ કર્યો, અને આને વરી છું” એમ તે બોલી. . આ અવસરે કોઈ નિમિતિયાએ પાસે બેઠેલા મનુષ્યોને છાની રીતે કહ્યું કે અત્યારે એવું મુહૂર્ત છે કે આ મુહૂર્ત જેણે કોઈ કન્યાને વિવાહ કર્યો હોય તે વર ચક્રવતી થાય અને તે વહુ સર્વ સ્ત્રીઓમાં ઉત્તમ ગુણવાળી રાણી થાય પરંતુ આ વિવાહ તે અત્યારે તેથી વિચિત્ર થાય છે તે તેનું શું ફળ થશે તે હું કહી શકતા નથી.” પિતાની પુત્રીનું આવું સાહસ જોઈ રાજાના મનમાં ઈર્ષ્યા અને ક્રોધ વૃદ્ધિ પામ્યા, અને સર્વ સમાજને અદ્વિતીય વિસ્મયને પામ્યા. તે વખતે રાજા બોલ્યો કે-“વહુને વેષ વરના વેષને અનુસરતો જોઈએ, તેથી તે સુભટે! આને કઈ દરિદ્રી સ્ત્રીને લાયક એવી સાડી આપો, અને અવિધવાપણું જણાવવા માટે કથીરનાં બે કંકણ (બયાં-ચુડી) આપે.” તે સાંભળી તે સેવકે પણ કોઈને ઘેરથી તે ત્રણ વસ્તુ લઈ આવ્યા. ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણીએ તે સાડી અને કંકણે ધારણ કર્યા, અને પ્રથમને વેષ તથા અલંકારને આડંબર તજી દીધે. - ત્યારપછી તે ભિલ બોલ્યો કે-“હે રાજન ! તમારી પુત્રીને હું લાયક નથી, શું ગધેડાને કઠે કઈ મણિની ઘંટા બાંધે? મને તે કાણી, કુબડી અને કાળી કઈ દાસી આપો. કાગડાને કાગડી જ પ્રિયાયોગ્ય છે, પણ હંસી ગ્ય નથી. હે રાજન ! વિધાતાએ અપ્સરાઓના રૂપનો સાર સાર લઈને આ તમારી કન્યા નીપજાવી છે, તેથી પરાજય પામી લઘુ થયેલી તે અપ્સરાઓને વાયુએ તૃણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust